મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના નગરસેવકો પોતાના વિસ્તારના વિકાસ કામમાં કોઈ કચાસ ન રાખે: બ્રિજેશભાઇ મેરજા


SHARE







મોરબીના નગરસેવકો પોતાના વિસ્તારના વિકાસ કામમાં કોઈ કચાસ ન રાખે: બ્રિજેશભાઇ મેરજા

આગામી સમયમાં ચોમાસાની ઋતુ સંદર્ભે પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાની અધ્યક્ષતામાં અત્યાર સુધીની થયેલ કામગીરીની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યારે કલેક્ટર કચેરીના સભાખંડમાં નગરપાલિકાના તમામ સદસ્યો અને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સીધો સંવાદ સાધી પ્રગતિ હેઠળના વિકાસકામો અંગે સમીક્ષા તેમજ ભવિષ્યમાં થનારા વિકાસ કાર્યો અંગે વિવિધ સુચનો કર્યા હતા.

આ સમીક્ષા બેઠકમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કેતમામ નગરસેવકો પોતાના વિસ્તારમાં જાગૃત રહીને જે કામગીરી કરી રહ્યા છે તેમાં કોઈ કચાસ ન રહે. આ સાથે જ મંત્રીએ સ્થાનિક પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે હંમેશા પ્રયત્નશીલ રહેવા નગરસેવકોને સૂચન કર્યું હતું. મોરબીના સાર્વત્રિક અને સમતોલ વિકાસ માટે નગરસેવકોને અપીલ કરતા જણાવ્યું હતું કે દરેક માણસ સુધી પહોંચી અને તેના પ્રશ્નોને વાચા આપવીએ આપણું કર્તવ્ય છે. આ બેઠકમાં પ્રાદેશિક કમિશ્નર ધીમંત વ્યાસે મોરબી નગરપાલિકા વિસ્તારમાં ભવિષ્યમાં આકાર લેનાર રિવરફ્રન્ટ યોજનાકેનાલ રોડ બ્યુટીફીકેશનસોલાર પાર્ક તેમજ સીટી બસ પ્રોજેકટ અંગે માહિતી પૂરી પાડી હતી. વધુમાં ૧૬ સીએનજી નવી સીટી બસ ખરીદવાની કાર્યવાહી અંગે સૌને માહિતાગાર કર્યા હતા. આ સમીક્ષા બેઠકમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા ઉપરાંત નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમારઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાનગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા,  કારોબારી ચેરમેન સુરેશભાઇ દેસાઇપ્રાંત ડી.એ. ઝાલારિઝનલ કમિશ્નર ધીમંત વ્યાસ  સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા






Latest News