મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનારા અજાણ્યા વાહનચાલકે સામે ગુનો નોંધાયો


SHARE











મોરબી નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનારા અજાણ્યા વાહનચાલકે સામે ગુનો નોંધાયો

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા જુના નાગડાવાસ ગામ પાસે ગતરાત્રીના પગપાળા જઈ રહેલા જુના નાગડાવાસ ગામના કોળી યુવાનને કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજ્યું હતું હાલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતકના ભાઈએ અજાણ્યા વાહન ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા જુના નાગડાવાસ ગામે રહેતા સંજયભાઇ લક્ષ્મણભાઈ સાંતોલા જાતે કોળી (૩૬) નામનો યુવાનને રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં જુના નાગડાવાસ ગામ પાસે જ રોડ ઉપર કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધો હતો. જેથી પગપાળા રોડ ક્રોસ કરી રહેલા સંજયને હંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું અને મૃતદેહને પીએમ માટે અહિંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવમાં મૃતકના ભાઈ સુંદરમભાઇ ઉર્ફે દિલીપભાઇ લખમણભાઇ સાતોલા જાતે કોળી (ઉ.૩૧)એ અજાણ્યા વાહન ચાલકની સામે ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News