મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર પાસે યુવાન ઉપર છરી વડે હુમલો કરીને માર મારનારા ત્રણ આરોપીની ધરપકડ


SHARE







મોરબીના રાજપર પાસે યુવાન ઉપર છરી વડે હુમલો કરીને માર મારનારા ત્રણ આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના રાજપર ગામ પાસે યુવાન લઘુશંકા કરવા માટે ગયો હતો ત્યારે ત્રણ શખ્સોએ ત્યાં આવીને તેના મામાની દીકરીના લગ્ન નાની ઉમરના લીધે રોકાઈ ગયા હતા જે તેના પિતાના કારણે રોકાયેલ  છે તેવો વહેમ રાખીને યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો અને પગમાં છરીનો ઘા ઝીકયો હતો જેથી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોધાવી હતી તેના આધારે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં બાદલપર(આમરણ) ગામે રહેતા મગનભાઇ કલ્યાણજીભાઇ સાવરીયા (ઉ.૨૬)એ વિનોદભાઇ શિવાભાઇ સાવરીયા (૩૪), સુરેશભાઇ શીવાભાઇ સાવરીયા (૪૬) અને જયદિપ કાળુભાઇ સાવરીયા (૨૨) રહે. બધા જ વજેપર શેરી નં-૧૪ મોરબી વાળાની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેના મામા બાબુભાઇની દિકરીના લગ્ન નાની ઉંમરના કારણે રોકાય ગયેલ હતા અને તે લગ્ન ફરીયાદી યુવાનના પિતાજીએ રોકાવેલ હોવાનો વહેમ રાખીને આરોપીઓ યુવાન રાજપર ગામ પાસે લઘુશંકા કરવા માટે ગયેલ હતો ત્યારે તેની પાછળ જઇ આરોપી વિનોદભાઇ અને સુરેશભાઈએ ગાળો આપી હતી અને ત્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા ત્રણેય આરોપીઓએ ભેગા માળીને યુવાનને ઢીકા પાટુનો માર માર્યો હતો અને આરોપી વિનોદભાઇએ જમણા પગે ઢીંચણના ભાગે છરીનો ધા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૪૩૨૩૫૦૪૫૦૬(૨)૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News