મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરનાં વિઠ્ઠલપરમાં બે પરિવાર વચ્ચે મારામારી : સામસામી ફરિયાદો નોંધાઈ


SHARE











વાંકાનેરનાં વિઠ્ઠલપરમાં બે પરિવાર વચ્ચે મારામારી : સામસામી ફરિયાદો નોંધાઈ

વાંકાનેર તાલુકાનાં વિઠ્ઠલપર ગામમાં મારા મારીનો બનાવ બન્યો હતો અને સામસામી મારા મારી કરવામાં આવી હતી જેથી કરીને આ અંગેની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને સામસામી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં વિઠ્ઠલપર માં રહેતા ભારતીબેન વિજયભાઇ સારલા જાતે કોળી (ઉ.૨૨)એ સગાભાઇ મોહનભાઇ વીંજવાડીયા, જશુબેન સગાભાઇ વીંજવાડીયા, વિપુલભાઇ મેરૂભાઇ વીંજવાડીયા તથા હકાભાઇ જાદુભાઇ વીંજવાડીયા રહે.બધા વિઠ્ઠલપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પતિ વિજયભાઇ, પ્રવિણ ઉર્ફે કાનો મનજીભાઇ સારલા તથા નવઘણ ઉર્ફે લાલો મનજીભાઇ સારલાએ દિનેશભાઇ વિંજવાડીયા તથા ગણેશભાઇ વીંજવાડીયાને માર મારેલ હતો તેનું મનદુઃખ રાખી આ કામના આરોપીઓ ભેગા મળી ફરીયાદીના ઘર પાસે આવ્યા હતા અને ફરીયાદી તથા સાહેદોને ભુંડાબોલી ગાળો આપી હતી અને આરોપી જશુબેને ફરીયાદીને ઢીકા પાટુનો માર મારેલ હતો અને આરોપી સગાભાઇ મોહનભાઇ વીંજવાડીયાએ ફરીયાદીને માથામાં અને શરીરે લાકડાનો ધોકો મારી ઇજા કરેલ હતી તો આરોપી વિપુલે વિજુબેનને ઢીકા પાટુનો માર મારી કપાળમાં ગંભીર ઇજા કરી હતી અને આરોપી હકાભાઇએ વજીબેનને માથામાં લાકડાનો ધોકો મારી ગંભીર ઇજા કરી હતી જેથી પોલીસે મહિલાની ફરિયાદ લઈને આઇપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

તો સમાપક્ષેથી વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામે રહેતા બળદેવભાઇ વિજવાડિયા જાતે કોળી (ઉંમર ૨૭)એ ગોવિંદભાઈ અમરશીભાઈ સારલા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપીના દિકરા વિજય સારલા અને બીજા બે જણ સામે તેના કૌટુંબિક ભાઈ દિનેશભાઈ શામજીભાઈએ ફરિયાદ કરી હતી જે બાબતનું મનદુઃખ રાખીને ફરિયાદીને ગાળો આપી હતી અને માથામાં લાકડાનો ધોકો ફટકાર્યો હતો જેથી કરીને ઇજા પામેલા બળદેવભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News