મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે કારખાના કવાર્ટરમાં એસિડ પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત


SHARE







મોરબીના બંધુનગર પાસે કારખાના કવાર્ટરમાં એસિડ પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે સિરામિક કારખાના લેવર કવાર્ટરમાં રહેતી પરિણીતા એસિડ પી ગઈ હતી જેથી તે પરિણીતાને સારવારમાં ખસેડવામાં આવી હતી જોકે સારવાર કારગત ન નિવડતા તે મહિલાનું મોત નિપજ્યું છે. જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે ભીમાણી સીરામીક કંપનીની અંદર રહેતી અને ત્યાં મજૂરી કામ કરતી  અનીતાબેન ઉર્ફે ડાકુબેન જીવણભાઈ ગુર્જર (૨૮) ગત તા. ૨૦/૪ ના રોજ સાંજે છ વાગ્યાના અરસામાં પોતાના લેબર કવાર્ટરની અંદર એસિડ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી જોકે સારવાર કારગત ન નિવડતા તા.૨૫/૪ ના રોજ સવારે સાડા નવ વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન પરિણીતાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા એએસઆઈ એમ.આર. ગામેતી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૃતક મહિલાના લગ્નગાળો દસ વર્ષનો છે અને તેને સંતાનમાં એક દીકરો છે અને મહિલા ભૂલથી એસિડ પી ગઈ હોવાનું તેને પોતાના નિવેદનમાં જણાવ્યુ હતું હાલમાં આ બનાવથી બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે






Latest News