મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે પિતાએ કરિયાણાની દુકાને બેસવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE







મોરબીના રંગપર ગામે પિતાએ કરિયાણાની દુકાને બેસવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

મોરબી તાલુકાના રંગપર ગામે રહેતા યુવાનને તેના પિતાએ તેઓની કરિયાણાની દુકાને બેસવા માટે કહે લાગી આવ્યું હતું જેથી કરીને યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામે રહેતા જય હીતેન્દ્રભાઈ ભટ્ટ જાતે બ્રાહ્મણ (ઉંમર ૧૯) નામના યુવાને પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાવની તપાસ કરતાં હેડ કોન્સટેબલ એફ.આઈ.સુમરા સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, મૃતક યુવાન કામ ધંધો કરતો ન હતો અને રખડતો જેથી તેના પિતાએ તેઓની કરિયાણાની દુકાનમાં ધ્યાન આપવા માટે અને ત્યાં બેસવા માટે કહ્યું હતુ જેથી કરીને લાગી આવતા યુવાને આપઘાત કરી લીધેલ છે






Latest News