રામાયણના પાત્રોમાં જીવન મૂલ્યો: મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વ્યાખ્યાન યોજાયું મોરબી જિલ્લાના ૨૦ વિદ્યાર્થીઓને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેબ્લેટનું કરાયું વિતરણ મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની શ્રદ્ધાસભર પદયાત્રા મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જુદીજુદી સ્પર્ધાઓ યોજાયો મોરબી મહાપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારમાંથી વેરા વસૂલાતની વિસંગતતા દૂર કરવા સંકલનની બેઠકમાં ધારાસભ્યએ કરી રજૂઆત મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ૨૫ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન
Breaking news
Morbi Today

મોરબીના મોડપર ગામથી સળીયા અને એંગલ સહિત શંકાસ્પદ લોખંડના ભંગાર સાથે બે પકડાયા


SHARE





મોરબીના મોડપર ગામથી સળીયા અને એંગલ સહિત શંકાસ્પદ લોખંડના ભંગાર સાથે બે પકડાયા

મોરબીના મોડપર ગામે પોલીસે પેટ્રોલીંગ દરમિયાન બે ઈસમોને વાહન સાથે અટકાવ્યા હતા અને તેઓ પાસે રહેલ બોલેરો પિકઅપ વાહનમાં રહેલ લોખંડના સળિયા અને એંગલ બાબતે પૂછપરછ કરતા ફર્યુફર્યુ બોલતા હોય તેઓની અટકાયત કરીને તપાસ કરવામાં આવતાં મોડપર ગામે સિમમાં આવેલ સિધેશ્વર મહાદેવ મંદિર પાસેથી લોખંડના સળિયા અને એંગલની ચોરી કરી હોવાનો ખુલાસો થયો હતો.

મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ એન.જે.ખડીયા તથા સ્ટાફ મોડીરાત્રીના મોડપર ગામ પાસે પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં બોલેરો પીકપ વાહન નંબર જીજે ૩૬ ટી ૩૫૫૨ માં નીકળેલ ગુલાબ વસતા દેલવાણીયા દેવીપુજક (૨૧) અને રાહુલ વસતા દેલવાણીયા દેવીપુજક (૧૯) રહે.બંને મોડપર તા.જી.મોરબીવાળાઓના વાહનમાં રહેલ લોખંડની એંગલ અને સળીયાઓ બાબતે પૂછપરછ કરતા તેઓ ગેંગેંફેંફેં કરતા હોય અને બાદમાં સીમ વિસ્તારમાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવના મંદિર પાસેથી તેઓએ આ મુદ્દામાલની ચોરી કરી હોવાનું ખુલતા હાલમાં રૂપિયા ૪૨૦૦ ની કિંમતનો ૧૪૦ કિલ્લો લોખંડના ભંગાર તથા રૂપિયા ત્રણ લાખનું વાહન એમ કુલ મળીને રૂા.૩,૦૪,૨૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં ગુલાબ દેવીપૂજક અને રાહુલ દેવીપૂજકની કલમ ૪૧(૧)ડી હેઠળ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મામારામારીમાં બેની ધરપકડ

મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસેના કાંતિનગર વિસ્તારમાં 'મારા વિરુદ્ધ ચડામણી કેમ કરો છો..?' તેમ કહીને ઝઘડો કરવામાં આવ્યો હતો.જેથી કરીને ભોગ બનેલી મહિલાએ ફરિયાદ નોંધાવતા આગલા દિવસે બે ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે તે જ બનાવમાં સંડોવાયેલ વધુ બે મહિલા આરોપીઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કાંતિનગર વિસ્તારમાં થયેલ ઉપરોક્ત મારામારીના બનાવમાં મહેરૂનબેન હનીફ શેખ મુસ્લિમ (૩૬) તેમજ મુમતાજબેન સીદીક મણકા જાતે માજોઠી (૩૪) રહે.બંને કાંતિનગર માળિયા ફાટક પાસે સામાકાંઠે મોરબી-૨ વાળાઓની ધરપકડ કરવામાં આવેલ છે.






Latest News