મોરબીની એમ.પી. શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જુદીજુદી સ્પર્ધાઓ યોજાયો મોરબી મહાપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારમાંથી વેરા વસૂલાતની વિસંગતતા દૂર કરવા સંકલનની બેઠકમાં ધારાસભ્યએ કરી રજૂઆત મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ૨૫ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કોલેજ વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી
Breaking news
Morbi Today

હળવદના સુખપર ગામે વાડીમાંથી ૩૦ બોટલ દારૂ-૭૨ બિયરના ટીન સાથે એક પકડાયો


SHARE





હળવદના સુખપર ગામે વાડીમાંથી ૩૦ બોટલ દારૂ-૭૨ બિયરના ટીન સાથે એક પકડાયો

હળવદ તાલુકાના સુખપર ગામે રહેતા શખ્સની વાડીએ દારૂ અને બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવતા વાડીમાંથી ૩૦ બોટલ દારૂ અને ૭૨ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ બિયરનો જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી આગળની તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદ તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, સુખપર ગામે રહેતા હેમંતભાઈ ઉર્ફે ભગતભાઈ જાદુભાઈ લોદરીયા જાતે કોળી (ઉંમર 33)ના ઘરની અંદર દારૂ અને બિયરનો જથ્થો છે જેથી કરીને તેઓના ની કબજા ભોગવટા વાળી વાડીમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી જુદી-જદી બ્રાન્ડનો કુલ મળીને ૩૦ બોટલ દારૂ અને બીયરના ૭૨ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ ૧૬,૪૦૦ રૂપિયાની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને હાલમાં હેમંતભાઈ ઉર્ફે ભગતભાઈ લોદરીયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે અને આ શખ્સ પાસે દારૂ બિયરનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે દિશામાં હાલમાં હળવદ તાલુકા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવે છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી તાલુકાનાં જેતપર ગામે ત્રણ શખ્સ દારૂ બીયર સાથે પકડાયા હતા તે હેમંતભાઈ પાસેથી માલ લાવ્યા હતા તેવું સામે આવ્યું હતું જેથી તેની વાડીએ રેડ કરીને પોલીસે દારૂ અને બિયરનો જથ્થો પકડ્યો હતો.






Latest News