હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે બસ સ્ટેન્ડ પાસેથી ૧૨ બોટલ દારૂ-બિયરના ૩૧ ટીન સાથે ત્રણ ઝડપાયા


SHARE











મોરબીના જેતપર ગામે બસ સ્ટેન્ડ પાસેથી ૧૨ બોટલ દારૂ-બિયરના ૩૧ ટીન સાથે ત્રણ ઝડપાયા

 મોરબી તાલુકાના જેતપર ગામે બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતાં ત્રિપલ સવારી બાઇકને રોકીને પોલીસે ચેક કરતાં તે શખ્સો પાસેથી બીયર અને દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે બાઈક અને દારૂ બિયરનો જથ્થો મળી ૨૬૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં ત્રણ શખ્સોની ધરપકડ કરેલ છે અને જેની પાસેથી માલ આવ્યા હતા તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી ત્રિપલ સવારી બાઈક નંબર જીજે ૩૬ એબી ૮૬૧૪ પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઇકને રોકીને પોલીસે ચેક કરતાં તે શખ્સો પાસેથી ૧૨ બોટલ દારૂ અને બિયરના ૩૧ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂનો જથ્થો તેમજ બાઈક મળીને કુલ ૨૬,૭૦૦ મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી મેહુલભાઇ કાન્તિભાઇ કવાણી જાતે પટેલ (ઉ.૨૮) રહે. રવાપર ગામ મંદિર પાસે મોરબી, ગણેશભાઇ હરજીભાઇ સુરાણી જાતે કોળી (ઉ.૨૫) રહે. હાલ પાવડીયારી કેનાલની બાજુમા હોલ મિનરલ કારખાનાના લેબર કવાર્ટર મુળ રહે બુટવડા અને મગનભાઇ કારુભાઇ જંજવાડીયા જાતે કોળી (ઉ.૨૨) રહે. હાલ પાવડીયારી કેનાલની બાજુમા હોલ મિનરલ કારખાનાના લેબર કવાર્ટર મુળ રહે. ભાવપર વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપી હેમંતભાઇ લોદરીયા પાસેથી માલ લાવ્યા હોવાનું સામે આવ્યું હોવાથી તેને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે

ગુનો નોંધાયો 

ટંકારા તાલુકાના ખીજડીયા ગામ થી ઘુનડા ખાનપર તરફ જવાના રસ્તા ઉપર ગત તા. ૧૮/૩ ના રોજ બે બાઇક સામસામે અથડાયા હતા જેથી કરીને દંપતિનું મોત નીપજયું હતું અને બે વ્યક્તિને ઇજા થઈ હતી જે બનાવની હાલમાં ફરિયાદ નોંધાયેલ છે જેમાં મૂળ એમપીના રહેવાસી અને હાલમાં જોડિયાના બોડકા ગામે રહેતા જગનભાઈ ભવાનભાઈ ભૂરીયા (૨૦)એ બાઇક નંબર જીજે ૩૬ કે ૮૮૧૧ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓના બનેવી દિનેશભાઈ રઘુભાઈના હવાલા વાળા બાઇકની સાથે આરોપીએ પોતાની બાઇક અથડાવી હતી જેથી અકસ્માત સર્જાયો હતો જેમાં ફરિયાદીના બનેવી દિનેશભાઈ રઘુભાઈ તેમજ તેના પત્ની રીનાબંનેનું મોત નિપજ્યું હતું. હાલમાં પોલીસે બાઇક ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News