મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગરમાં સામુ જોવા બાબતે માર મારીને મારી નાખવાની ધમકી આપતા યુવાને પોતાની જાત જલાવી લીધી: ગુનો નોંધાયો


SHARE











મોરબીના મહેન્દ્રનગરમાં સામુ જોવા બાબતે માર મારીને મારી નાખવાની ધમકી આપતા યુવાને પોતાની જાત જલાવી લીધી: ગુનો નોંધાયો

મોરબીના મહેન્દ્રનગર ગામે ઉગમણા જાપા પાસે રહેતા યુવાન સાથે તે જ ગામની અંદર રહેતા એક શખ્સે સામુ જોવા બાબતે બોલાચાલી કરી હતી અને ગાળો આપીને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ડરી ગયેલા યુવાને પોતાની જાતે કેરોસીન છાંટીને કાંડી ચાંપી લીધી હતી માટે દાઝી ગયેલા યુવાનને સારવારમા ખસેડવામાં આવ્યો છે અને હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

 જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે ઉગમણા જાપા પાસે શીતળા માતાજી વિસ્તારમાં રહેતા સંજયભાઈ લાલજીભાઈ માનેવાડિયા જાતે કોળી (૪૦)એ હાલમાં ઉગમણા પાસે રહેતા રાજાભાઈ રાયમલભાઈ કોળીની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેની સાથે સામુ જોવા બાબતે બોલાચાલી કરીને રાજાભાઈ કોળીએ ગાળો આપી હતી અને ઢીકાપાટુ અને પાઇપ વડે માર માર્યો હતો તેમજ મારી નાખવાની ધમકી આપી હતી જેથી સંજયભાઈ લાલજીભાઈ માનેવાડિયાને ડર લાગતા તેઓએ પોતાની જાતે કેરોસીન છાંટીને કાંડી ચાંપી લીધી હતી જેથી ગંભીર રીતે દાઝી ગયેલા સંજયભાઈને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં ભોગ બનેલા સંજયભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાજાભાઈ રાયમલભાઈ કોળીની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

 દાઝી જતાં સારવારમાં

મોરબીના લાલપર ગામ પાસે આવેલી રેઇમ્બો લેમીનેટ નામના કારખાનામાં લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા દેવશીભાઈ મોતીભાઈ ગમારા નામનો ૩૧ વર્ષીય યુવાન કેમ્પર મશીનમાં કામ કરી રહ્યો હતો દરમિયાનમાં આગ લાગતા દાઝી ગયેલી હાલતમાં તેને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના લાલપર ગામે મિલેનિયમ સીરામીક નજીક મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવમાં રાજેશભાઈ ભોલારામ ભોઈ નામના ૧૯ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને પણ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.





Latest News