મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નજીવી બાબતે મારા મારી કરીને હત્યાના પ્રયાસ કરનારા નવ આરોપીની ધરપકડ


SHARE











વાંકાનેરમાં નજીવી બાબતે મારા મારી કરીને હત્યાના પ્રયાસ કરનારા નવ આરોપીની ધરપકડ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર શહેરમાં બસ સ્ટેન્ડ પાસે થોડા દિવસ પહેલા મુસ્લિમ યુવાનને ભરવાડ શખ્સ દ્વારા ગાળો આપવામાં આવી હતી તે બાબતે સમજાવવા માટે ગયેલા વ્યક્તિઓને નવ શખ્સોએ પાઇપ અને લાકડી વડે માર માર્યો હતો જેની ફરિયાદ નોંધાઈ હતી અને ઈજા પામેલા વ્યક્તિને થયેલ ઇજાના રિપોર્ટને ધ્યાને લઈને તે ગુનામાં હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો આ ગુનામાં પોલીસે હાલમાં તમામ આરોપીઓની ધરપકડ કરેલ છે

વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નંબર-૩ ની અંદર રહેતા જાકીરહુસૈન મોહસીનભાઈ બ્લોચ (૪૫) એ થોડા દિવસ પહેલા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બીજલભાઈ ગાંડુભાઈ ડાભીજયદીપ ગાંડુભાઈ ડાભીગાંડુભાઈ રાવજીભાઇ ડાભીમનદીપ ગાંડુભાઈ ડાભીચંદુભાઈ નાજાભાઈ ભરવાડકાળુ પૂરી વાળોકાળુભાઈનો ભાઈ સોનુ સહિત કુલ મળીને નવ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેણે જણાવ્યું હતું કે વાંકાનેર બસ સ્ટેન્ડ પાસે શબ્બીર કાસમભાઇ બ્લોચને ભરવાડના એક શખ્સ દ્વારા ગાળો આપવામાં આવી હતી જેથી ત્યાં સમજાવવા માટે ગફારભાઈ હાસમભાઇ કાબરા (૪૩) સહિતના ગયા હતા ત્યારે આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડી વડે તેઓને માર માર્યો હતો જેથી ઇજા પામેલા ગફારભાઈ હાસમભાઇ કાબરાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની અંદર જાકીરહુસેન મોહસીનભાઈની ફરિયાદ લઈને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી જો કે, ગફારભાઈ કાબરાને થયેલ ઇજાનો રિપોર્ટ આવ્યા બાદ અગાઉ નોંધાયેલ ફરિયાદમાં હત્યાનો પ્રયાસની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો અને આ ગુનામાં સંડોવાયેલ બીજલભાઈ ગાંડુભાઈ ડાભી (ભરવાડ)કુલદીપ ગાંડુભાઈ ડાભીજયદીપ ગાંડુભાઈ ડાભીગાંડુભાઈ રાવજીભાઇ ડાભીમનદીપ ગાંડુભાઈ ડાભીચંદુભાઈ નાજાભાઈ ભરવાડકાળુ પાણીપૂરી વાળોકાળુભાઈનો ભાઈ સોનુ અને રોકી આ તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી છે 






Latest News