મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કોલેજ વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી રોટરી કલબ દ્રારા રવિવારે આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાશે


SHARE





મોરબી રોટરી કલબ દ્રારા રવિવારે આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાશે

રોટરી ક્લબ-મોરબી દ્વારા અગાઉ ત્રણ સફળ આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાયા બાદ પુન: ચોથી વખત નિ:શુલ્ક ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં ગીર (સાસણ) ના પ્રખર વૈધ જીગ્નેશભાઈ પટેલ દ્વારા નિદાન કરવામાં આવશે.કેમ્પનો અહિંના સેજપાલ હોલ જલારામ પ્રાર્થના મંદિર અયોધ્યાપુરી મેઇન રોડ મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

વર્ષોના અનુભવી આયુર્વેદિક તબીબ દ્વારા નાડી પરીક્ષણ કરીને યોગ્ય નિદાન અને માર્ગદર્શન આપવામાં આવશે માટે જુના અને હઠીલા રોગો જેમ કે હાથીપગા, ગોઠણ અને કમરના દુખાવા, સાયટીકા, સ્ત્રીરોગો, સોર્યાસીસ અને ડાયાબિટીસ સહિતના રોગોના આયુર્વેદિક ઉપચાર માટે કેમ્પનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.કેમ્પમાં ભાગ લેવા માટે નામ નોંધણી જરૂરી છે કેમ્પ આગામી તા.૨૭ ને રવિવારે સવારે ૯ થી ૫ સુધી યોજાશે. નામ નોંધાવવા માટે અશોકભાઈ મહેતા અને હરીશભાઇ શેઠનો મોબાઈલ નંબર ૯૯૭૮૪ ૪૨૮૫૨ અથવા ૯૩૭૬૧ ૬૧૪૦૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.






Latest News