ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર
Breaking news
Morbi Today

મોરબીના શાસ્ત્રીએ શિક્ષણમાં ગીતાનો સમાવેશ કરવાના સરકારના નિર્ણયને આવકાર્યો


SHARE





મોરબીના શાસ્ત્રીએ શિક્ષણમાં ગીતાનો સમાવેશ કરવાના સરકારના નિર્ણયને આવકાર્યો

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધો. ૬ થી ૧૨ ના અભ્યાસ ક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યયનનો સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના મોરબીના શાસ્ત્રી કૃષ્ણચંદ્ર ડી.દવેએ આવકાર્યો છે.

રાજ્ય સરકારના શિક્ષણમંત્રી દ્વારા જાહેર કર્યું છે કે, શ્રીમદ ભગવદ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે જેથી કરીને આ નિર્ણયને શાસ્ત્રી કૃષ્ણચંદ્ર ડી.દવેએ બિરદાવે છે અને બાળકો તેમજ યુવાનોમાં જીવન કેવી રીતે જીવવું, શાસ્ત્રોના વિવિધ વિચારો દ્વારા પ્રેરણા અને માર્ગદર્શન મળે ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે અનુરાગ થાય, પરસ્પર, સંપ-સહકાર અને ભાઈચારાની ભાવના કેળવાય સૌમાં આત્મીયતીનો ભાવ જન્મે અને આ જીવનરૂપી યાત્રા ક્ષેમયુક્ત કુશળ અને મંગલમય બની રહે એવી શુભભાવના સાથે શિક્ષણમંત્રી તેમજ સૌ  અધિકારીઓ અને પદાધિકારીઓને તેઓએ અભિનંદન પાઠવ્યા છે.






Latest News