મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા દ્વારા હોળીની રાત્રીના યોજાશે વસંતોત્સવ ઉત્સવ


SHARE







મોરબીમાં યંગ ઇન્ડિયા દ્વારા હોળીની રાત્રીના યોજાશે વસંતોત્સવ ઉત્સવ

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આગામી હોળી-ધુળેટીની ગીત, ગઝલ અને સાહિત્યની મહેફિલ સાથે ઉજવણી કરવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને હોળીની રાત્રે વસંતોત્સવ ઉજવાશે. અને વસંતોત્સવમાં જાણીતા કલાકારો દ્વારા ગીત-ગઝલ-મુશાયરાની રંગારંગ મહેફિલ જામશે

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા હોળીની રાત્રે એટલે કે તા.૧૭ માર્ચને ગુરુવારે રાત્રે ૯:૩૦ કલાકે સ્કાઈ મોલ, શનાળા રોડ મોરબી ખાતે વસંતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને હોળીમાં ફાગુન ગીતો ગાવાની વર્ષોથી પરંપરા હોવાથી હોળીની રાત્રે ફાગુનના ગીતો તેમજ સાહિત્યની જમાવટ કરવામાં આવશે. જેમાં ગીત-ગઝલ-મુશાયરાની રંગારંગ મહેફિલ જામશે. આ મહેફિલમાં ડો. શૈલેષભાઈ રાવલ, યુનુસભાઈ શેખ તેમજ સાહિલભાઈ બ્લોચ પોતાની ગાયકીના જાદુથી ગીત, ગઝલ અને સાહિત્યની મહેફિલમાં ચાર ચાંદ લગાવશે. યંગ ઇન્ડિયાના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ફાગ ગાવાએ આપણી ભારતીય સંસ્કૃતિનું સોહાર્દ છે. એટલે જ આ પરંપરા જાળવી રાખવા માટે અને ફાગુનના સાહિત્યને ઉજાગર કરવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ એક નાનકડી પહેલ કરવામાં આવી છે.

ભરતી મેળાનુ ૧૫ માર્ચે આયોજન

મોરબી દ્વારા તા.૧૫-૩ ના રોજ સવારે ૧૧ કલાકે ધી.વી.સી ટેકનીકલ હાઇસ્કૂલહાઇસ્કૂલ હોલવી.સી.ફાટક નજીકમોરબી ખાતે ઓધોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.  જેમાં મોરબી  જિલ્લાઓના  ખાનગી ક્ષેત્રાના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક, એસએસસી, એચએચસી, આઇટીઆઇ કે સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, બાયોડાટા ,આધાર કાર્ડ વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળેનિયત સમયે  અને તારીખે અચુક ઉપસ્થિત રહેવા. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારીએ યાદીમાં જણાવ્યું છે






Latest News