મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પંચાયત પાસે ખનીજચોરી કરતા ઇસમો દ્રારા તોડી પડાયેલ લોખંડની એંગલ કયારે રીપેરીંગ કરાશે..?


SHARE











મોરબી જીલ્લા પંચાયત પાસે ખનીજચોરી કરતા ઇસમો દ્રારા તોડી પડાયેલ લોખંડની એંગલ કયારે રીપેરીંગ કરાશે..?

મોરબીના સામાકાંઠે જીલ્લા પંચાયત કચેરીના ગેઇટ પાસે આવેલ લોખંડની એંગલ છેલ્લા ઘણા સમયથી તુટી ગયેલ છે.જોકે તુટી ગયેલ છેકે ખનીજચોરીના વાહનો પસાર કરવા માટે એંગલો તોડી નાંખવામાં આવેલ છે..તે તપાસનો વિષય છે ત્યારે હવામાં મોતના માંચડાની જેમ લટકતી એંગલ કોઈ જાનહાની સર્જે તે પુર્વે એંગલને બદલવામાં આવે કે રીપેરીંગ કરવામાં આવે તેવી જીલ્લા કલેકટરને લેખીત રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીના સામાકાંઠે જિલ્લા પંચાયત કચેરીના ગેઇટની પાસે લોખંડની એંગલ લગાવવામાં આવી હતી જેથી કરીને અહીંથી ભારે વાહનોની અવરજવર અટકાવી શકાય.પરંતુ રાજકીય આગેવાનો અને અધિકારીઓની મિલીભગતને લઈને મોરબી જીલ્લામાં ખનીજચોરો બેફામ બન્યા છે અને ગાંધીનગર કક્ષાએથી વિજીલન્સ ટીમ પણ સમયાંતરે ધ્યાન આપતી ન હોય તેવો ઘાટ છે તેને લીધે કરોડોની સરકારી સંપત્તિને બેરોકટોકપણે પરિવહન કરવામાં આવે છે.મુખ્ય રસ્તાઓ ઉપર વાહન પકડાય નહીં તે માટે શોર્ટકટના રસ્તાઓ શોધીને ત્યાંથી વાહનો પસાર કરવામાં આવતા હોય છે.તે રીતે જ અનેક જગ્યાઓએ લગાવવામાં આવેલી આવી લોખંડની ગ્રીલ તોડી પાડવામાં આવેલી છે.

જેમકે મોરબીના બેઠા પુલમાં આવવા જવાના બંને રસ્તે લગાવવામાં આવેલી લોખંડની મસમોટી ગ્રીલ પણ તોડી પાડવામાં આવેલ છે.તે રીતે જ સામાકાંઠે ઉમા ટાઉનશીપ પાસે અને સર્કિટ હાઉસની સામે રોડ ઉપર બંને તરફ લગાવવામાં આવેલી લોખંડની મસમોટી તોતિંગ એંગલો(ગ્રીલ) પણ ખનીજ ચોરો દ્વારા ખનીજચોરીના શોર્ટકટ માટે તોડી પાડવામાં આવે છે તે રીતે જ સોઓરડી ચોકમાં કલેકટર કચેરી પાસે ભારે વાહનોના પ્રતિબંધ માટે લગાવવામાં આવેલી આ લોખંડની ગડર(ગ્રીલ) ને છેલ્લા ઘણા સમયથી તોડી પાડવામાં આવેલ છે.

પરંતુ અહીંથી પસાર થતાં અધિકારીઓને કે પદાધિકારીઓને આ નજરમાં આવતું ન હોય અંતે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ સુરેશ શીરોહિયા અને નગરપાલિકાના પ્રમુખ જશવંતીબેન શિરોહીયા દ્વારા જીલ્લા કલેકટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે. તેઓએ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ મોરબી જીલ્લા પંચાયત કચેરીના દરવાજાની પાસે જે લોખંડની એંગલ મુકવામાં આવેલ તે છે એંગલ તુટી ગયેલ છે અને અકસ્માત સર્જાવાની ભીતિ રહેતી હોય  કોઈ અનિચ્છનીય અકસ્માત બનાવ બને તે પુર્વે તાત્કાલિક એંગલનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ કરાયેલ છે.



Latest News