મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની જેલમાં બંધ આરોપીએ જામીન માટે પત્નીનું ખોટું મેડિકલ સર્ટિ રજૂ કર્યું !: દંપતી સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીની જેલમાં બંધ આરોપીએ જામીન માટે પત્નીનું ખોટું મેડિકલ સર્ટિ રજૂ કર્યું !: દંપતી સામે ગુનો નોંધાયો

મોરબીની જેલમાં બંધ એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીએ વચ્ચગાળાના જામીન મેળવવા માટે મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં મેડિકલ સાથે અરજી કરી હતી અને રાજકોટ સરકારી હોસ્પીટલનુ મેડીકલ સર્ટી રજૂ કરવામાં આવ્યું હતું જો કે, તેની ખરાઈ કરવામાં આવતા તે મેડિકલ સર્ટિ ખોટું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટના જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા હાલમાં જામીન અરજી કરનારા જેલમાં બંધ આરોપી, તેની પત્ની અને તપાસમાં જેના નામ સામે આવે તે તમામની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટના જીલ્લા રજીસ્ટ્રાર એ.એચ.દવે દ્વારા હાલમાં અહેમદ ઉર્ફે આમદો સતારભાઇ મેમણ (ઉ.૩૫) રહે.હાલ સબ જેલ મોરબી મુળ મોચીશેરી કુબેરનાથ રોડ મોરબી અને તેની પત્ની અફસાનાબેન અહેમદભાઇ કાસમાણી રહે.મોચીશેરી કુબેરનાથ રોડ મોરબી તથા તપાસમા ખુલ્લે તે તમામની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કેઆરોપી અહેમદ ઉર્ફે આમદો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૧૯ ના એન.ડી.પી.એસના ગુનામાં પકડાયેલ છે અને આ ગુન્હાના કામે મોરબી સબ જેલમા છે જેથી વચ્ચગાળાના જામીન પર મુક્ત થવા મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટ અરજી કરેલ હતી જે અરજીમા પોતાની પત્નીને માસીકની તકલીફ હોય બ્લીડીંગ થતુ હોય કોથળીનુ ઓપરેશન કરાવવાનુ ખોટુ કારણ જણાવ્યુ હતું અને આરોપી અફસાનાબેન અહેમદભાઇ કાસમાણીએ પોતાને બીમારી સબબ રાજકોટ સરકારી હોસ્પીટલનુ ખોટુ મેડીકલ સર્ટી મેળવી મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમા રજુ કર્યું હતું અને આરોપીઓએ કોઇપણ રીતે કોઇપણ જગ્યાએ ખોટા બનાવટી મેડિકલ સર્ટી બનાવીને મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમા રજુ કરતા તેની સામે મોરબી જિલ્લા કોર્ટના જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી કરીને પોલીસે આઇ.પી.સી. કલમ ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News