હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકા કચેરી પાસે વરલી જુગાર !: ચાર શખ્સો ૨૮,૨૧૦ ના મુદામાલ સાથે ધરપકડ


SHARE









વાંકાનેર પાલિકા કચેરી પાસે વરલી જુગાર !: ચાર શખ્સો ૨૮,૨૧૦ ના મુદામાલ સાથે ધરપકડ

વાંકાનેર નગરપાલિકા કચેરી પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવી રહ્યા છે તેવી મોરબી જિલ્લા એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલીના આંકડા લેતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૨૮,૨૧૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નગરપાલિકા ઓફિસ ટાઉનહોલ પાસે આવેલ છે જ્યાં ટાઉનહોલ નીચેના ભાગમાં વરલી જુગાર આંકડા લેવામાં આવતા હોવાની મોરબી જિલ્લા એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે હાફિસ હિદાયતભાઈ ઇસાણી જાતે ખોજા (ઉવ.૩૫), સુભાષભાઇ વસંતભાઇ મીયાત્રા જાતે આહીર (ઉવ.૪૯), જગદીશ ઉર્ફે બલી નાજાભાઇ ગોહેલ જાતે ભરવાડ (ઉવ.૩૬) અને પ્રદીપ રમણીકભાઇ પઢારીયા જાતે લુહાર (ઉવ.૪૨) રહે. બધા જ વાંકાનેર વાળાની પોલીસે રોકડા ૮૨૧૦ અને જુદીજુદી કંપનીના ચાર મોબાઈલ ફોન આમ કુલ મળીને ૨૮,૨૧૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News