મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના સભ્ય મંજુલાબેન દેત્રોજાના ઘરે સામાજિક સમરસતાનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી પાલિકાના સભ્ય મંજુલાબેન દેત્રોજાના ઘરે સામાજિક સમરસતાનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ સોસાયટીયા રહેતા મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના માજી પ્રમુખ અને બોટાદ જિલ્લા ભાજપના પ્રભારી મંજુલાબેન દેત્રોજાના ઘરે અનુસૂચિત જાતિના ભાઈઓ અને બહેનોને તેઓના સપરિવાર આમંત્રિત કરીને સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે દરેક સમાજનાં લોકો સાથે સમરસતા વધે અને બધા લોકો એકબીજાની નજીક આવે તેના માટે ઘણા બધાં સામાજિક સમરસતાના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને વડાપ્રધાન બન્યા બાદ પણ આ કાર્ય થકી સમાજનાં નાતજાતના ભેદભાવ મિટાવીને બધા લોકો સાથે મળીને રાષ્ટ્ર માટે વિચારે અને વ્યક્તિ સે બડા દલ ઓર દલસે બડા દેશની ભાવના સાથે દરેક સમાજનાં લોકો ફક્ત આપણે પહેલાં ભારતીય છીએ એમ વિચારીને રાષ્ટ્ર દેશ માટે કામ કરે એ જીવનમંત્ર બનાવે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો પણ સામાજિક સમરસતા સમાજમાં જળવાઈ રહે અને સાથે મળીને નાતજાતના ભેદભાવ મિટાવીને આપણે સૌ રાષ્ટ્ર માટે કામ કરીએ એવો કાયમ આગ્રહ રહ્યો છે ત્યારે બોટાદ જિલ્લાના પ્રભારી તરીકે હાલમાં જવાબદારી સાંભળતા અને મોરબી પાલિકાના કાઉન્સિલર મંજુલાબેન દેત્રોજાએ આ આહવાનને સ્વીકારીને તેના ઘરે રસોઈ બનાવીને સાથે ભોજન લઈને સામાજિક સમરસતા વધે એવો નાનો પ્રયાસ કર્યો હતો આ ભોજન બાદ બધાનું સન્માન કર્યું હતું. આ તકે મોરબી પાલિકા કાઉન્સિલર ગીતાબેન મનુભાઈ સારેસા, મનિષાબેન ગૌતમભાઈ સોલંકી અને જાગૃતિબેન પરમારે મંજુલાબેનનું સાડી આપીને સન્માન કર્યું હતું આ કાર્યક્રમમા મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા મહામંત્રી જયુભા, પ્રભુભાઈ ભૂત, હંસાબેન રંગપરિયા, ભાવિનીબેન ડાભી વગેરે હાજર રહ્યા હતા અને મોરબી જિલ્લા પ્રમુખ માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ મંજુલાબેન દ્વારા કરવામાં આવેલ સામાજિક સમરસતાના પ્રયાસને બિરદાવયો હતો




Latest News