મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બહેતર સીટી અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઇ મોરબીમાં અનલોગ ચીઝ અને પનીરનો ઉપયોગ કરતા શોપમાં ચેકિંગ, 15 કિલો વાસી ખાદ્યસામગ્રીનો કરાયો નાશ મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સર્કીટ હાઉસ પાસે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ૫૬૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE





મોરબીમાં સર્કીટ હાઉસ પાસે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ૫૬૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સર્કીટ હાઉસની બાજુમાં ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા માટે તેની પાસેથી ૫૬૦૦ રૂપિયાની રોકડ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળીયા ફાટકની બાજુમાં આવેલ સર્કિટ હાઉસ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી છ શખ્સો જુગાર રમતા મળ્યા હતા જેમાં વિજયભાઈ જગદીશભાઈ ભીમાણી, રાકેશભાઈ પોપટભાઈ ફતેરા, અજયભાઈ અજયભાઈ સનુરા, વિક્રમભાઈ અરજણભાઇ રામબરીયા, મેહુલભાઈ ત્રિભુવનભાઈ સનુરા અને નિકુલભાઇ દિલીપભાઈ ભીમાણીનો સમાવેશ થાય છે અને આ શખ્સો પાસેથી પોલીસ દ્વારા ૫૬૦૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેઓની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે.






Latest News