મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે
Breaking news
Morbi Today

મોરબીના ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે 2100 લાભાર્થીઓને 3.40 કરોડની સાધન સહાય અર્પણ


SHARE





મોરબીના ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે 2100 લાભાર્થીઓને 3.40 કરોડની સાધન સહાય અર્પણ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં આજે મોરબી ખાતે ગરીબ કલ્યાણ મેળા યોજાયો છે જેમા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીની કચેરી દ્વારા સરસ્વતી સાધના યોજના, કુંવરબાઇનું મામેરુ તેમજ માનવ ગરીમા યોજના હેઠળ લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી હતી ત્યારે મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે, સરકારી યોજનાનો લોકોને સીધો લાભ આપવા માટે ગરીબ કલ્યાણ મેળા સરકાર દ્વારા કરવામાં આવે છે.

આજ રોજ ગરીબ કલ્યાણ મેળામાં ધો. ૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ સહાય, કુંવરબાઇનું મામેરું, માનવ ગરીમા યોજના અંતર્ગત નાના ધંધા કે વ્યવસાય માટે સાધન સહાય તેમજ વિવિધ સાધન સહાય યોજના હેઠળ જિલ્લાના કુલ મળીને 2100 કરતાં વધુ લાભાર્થીઓને આજે 3.40 કરોડ રૂપિયાની સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લાના કલેકટર જે.બી.પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓનું સ્વાગત કર્યુ હતુ આ કાર્યક્રમની અંદર મુખ્યમંત્રીએ લોકોનું સંબોધન કરતા કહ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓ જે લોત કલ્યાણકારી યોજનાઓ છે આ તમામ યોજનાઓનો સીધો લાભ લાભાર્થીઓને મળે તેના માટે થઈને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાના આયોજનની શરૂઆત કરવામાં આવી હતી અને મોરબી જિલ્લા સહિત રાજ્યના જુદા જુદા જિલ્લાની અંદર ગરીબ કલ્યાણ મેળા યોજીને લાખો-કરોડો લોકોને કરોડો રૂપિયાની સરકારી જુદી જુદી યોજનાઓનો લાભ આપવામાં આવેલ છે તેવી જ રીતે આજે પણ મોરબી જિલ્લાની અંદર ગરીબ કલ્યાણ મેળામાં જરૂરિયાતમંદ પરિવારો છે તેમને સરકારની જુદી જુદી યોજનાઓ હેઠળ સરકારી સહાય અર્પણ કરવામાં આવી છે તેના થકી તેઓનું જીવન ધોરણ ઉંચુ આવશે અને તેઓ પણ સારી રીતે પોતાનો જીવનનિર્વાહ ચલાવી શકશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.






Latest News