મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે
Breaking news
Morbi Today

રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં મોરબી આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇને આવકારવા તૈયારીઓને તંત્રનો આખરી ઓપ


SHARE





રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં મોરબી આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇને આવકારવા તૈયારીઓને તંત્રનો આખરી ઓપ

 આગામી ૨૫મી ફેબ્રુઆરીના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. કોરોના કાળ દરમિયાન સ્થગિત થયેલ ગરીબ કલ્યાણ મેળાઓ ફરીથી શરૂ થતાં રાજ્યભરમાં તા. ૨૪, ૨૫ અને ૨૬ ફેબ્રુઆરીના ત્રણ દિવસ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૪ ફેબ્રુઆરીના રોજ દાહોદ, ૨૫ ફેબ્રુઆરીના રોજ મોરબી તેમજ ૨૬ ફેબ્રુઆરીના રોજ અમરેલી મુકામે રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીને આવકારવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જ્યારથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું મોરબી આવવાનું નક્કી થયું છે ત્યારથી જ સમગ્ર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિવિધ કમિટિઓની મિટિંગ તેમજ કામગીરીની સોંપણી કરી ગરીબ કલ્યાણ મેળાના આયોજન અને વધુને વધુ લાભાર્થીઓને લાભ મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોરબી એપીએમસી ખાતે આયોજિત કાર્યક્રમના સ્થળે પણ રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાને અનુરૂપ તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે. મંડપ, ડેકોરેશન, પ્રવેશ દ્વાર, લાભાર્થીઓની બેઠક વ્યવસ્થા, લાભાર્થીઓને સહાય આપવા માટેના વિવિધ વિભાગોના સ્ટોલ સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે.






Latest News