મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે
Breaking news
Morbi Today

જમીન ૨૦ લાખમાં જમીન લઈને માત્ર ૬ લાખ આપી ધાકધમકી આપતા નાની વાવડી ગામે આધેડે કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE





જમીન ૨૦ લાખમાં જમીન લઈને માત્ર ૬ લાખ આપી ધાકધમકી આપતા નાની વાવડી ગામે આધેડે કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીના નાની વાવડી ગામે રહેતા આધેડે પોતાની જમીન ૨૦ લાખમાં વેચી હતી જોકે જમીન લેનારે માત્ર છ લાખ રૂપિયા આપ્યા બાદ ૧૪ લાખ રૂપિયા આપતા ન હતા અને અવારનવાર ધાક ધમકી આપતા હતા જેથી કરીને આધેડે આપઘાત કરવાના ઈરાદે ઝેરી દવા ગટગટાવી લીધી હતી માટે આધેડને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ જોડીયા તાલુકાના હડીયાણા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના નાની વાવડી ગામે શિવગંગા સોસાયટીની અંદર રહેતા હસમુખભાઇ લક્ષ્મણભાઈ કાનાણી જાતે પટેલ (૫૦) એ પોતાના ગામડે આવેલ જમીન હેમંત સંગ્રામભાઈ રાઠોડ જાતે ભરવાડને રૂપિયા ૨૦ લાખમાં વેચી હતી જે પેટે તે વ્યક્તિએ તેને છ લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના ૧૪ લાખ રૂપિયા આપવાના બાકી હતા જોકે તે રૂપિયા આપવાના બદલે જમીન લેનાર હેમંત રાઠોડ દ્વારા તેને ધાકધમકીઓ આપવામાં આવતી હતી અને જમીન ઉપર જાહેર નોટિસનું બોર્ડ તે મારી ગયેલ છે અને બાકીના પૈસા આપતો ન હોવાથી જમીન જતી રહેશે અને પૈસા આવશે નહીં તેવા ડરના લીધે આધેડે નાની વાવડી ગામે પોતાના ઘર પાસે બાવળના કાંટાની જાળીમાં ઝરે દવા પી લીધેલ હતી જેથી હસમુખભાઈ કાનાણીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News