મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના માધાપર રેવન્યુ સર્વે નં.૧૨૩૦ની માલીકીની જમીન ઉપર દબાણ કરતાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ


SHARE







મોરબીના માધાપર રેવન્યુ સર્વે નં.૧૨૩૦ની માલીકીની જમીન ઉપર દબાણ કરતાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ

મોરબીના માધાપર રેવન્યુ સર્વે નં.૧૨૩૦ ક્ષેત્રફળ (હે.આર.એ.ચો.મી.) ૧-૦૧-૧૭ વાળી જમીન ઉપર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે જેથી કરીને જમીનના મલિક યુવાને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઘુનડા(સ) ગામે રહેતા કિશનભાઇ દિનેશભાઇ રંગપરીયા જાતે પટેલ (ઉ.૨૨)એ હાલમાં સવજીભાઇ ગોવીંદભાઇ કંઝારીયા રહે. ખેરની વાડીલાતીપ્લોટ-૨જુના અજંતા પાછળમોરબી વાળાની એસએમે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેતા.૩૦/૧૦/૨૦૨૧ પહેલા કોઇપણ સમયથી આરોપીએ તેની માલિકીની સ્થાવર મિલ્કત માધાપર સર્વે નંબર ૧૨૩૦ ખાતા નંબર ૯૦૪ વાળી ખેતીની ખેડવાણ જુની શરતની જમીન ક્ષેત્રફળ (હે.-આરે-ચો.મી) ૧-૦૧-૧૭ જગ્યા છે તેમાં ગેરકાયદે કબ્જો કરી લીધેલ છે અને જમીન પચાવી પાડી છે તેમજ તેનો ગેરકાયદે ઉપયોગ પણ કરી રહ્યા છે જેથી કરીને પોલીસે યુવાનની ફરિયાદ લઈને હાલમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ની કલમ ૪(૧)(૩), ૫(ગ)મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News