મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી
Breaking news
Morbi Today

ચોરાઉ બાઇક સાથે પકડેલ ત્રણ શખ્સો સામે હવે ચાર બાઇક ચોરીની ફરિયાદ નોંધાઈ !


SHARE











ચોરાઉ બાઇક સાથે પકડેલ ત્રણ શખ્સો સામે હવે ચાર બાઇક ચોરીની ફરિયાદ નોંધાઈ !

મોરબી તાલુકા પોલીસ દ્વારા અગાઉ ચોરાઉ બાઇક સાથે ત્રણ શખ્સોને પકડવામાં આવ્યા હતા જે ત્રણેય શખ્સોની સામે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી બે ફરિયાદ નોંધાઈ છે અને આ શખ્સો દ્વારા ચાર બાઇકની ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે તેની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

સામાન્ય રીતે મોરબી શહેર અને જીલ્લાની અંદર કોઈપણ જગ્યાએ વાહન ચોરીનો બનાવ બને તો બાઈક ચોરીની ફરિયાદ તાત્કાલિક ભોગ બનનાર વ્યક્તિની લેવામાં આવતી નથી જોકે, બાઇક ચોરીમાં કોઈપણ જગ્યાએથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો હોય તો ત્યાર બાદ તાત્કાલિક ભોગ બનેલા લોકોને પોલીસ સ્ટેશને બોલાવી બોલાવીને ફરિયાદ લેવામાં આવતી હોય છે જેથી કરીને જીલ્લાની અંદર ક્રાઇમ રેડ નીચો દેખાય તે પ્રકારની વ્યવસ્થા મોરબી પોલીસ દ્વારા ઉભી કરવામાં આવી છે આવી જ રીતે હાલમાં પણ ઘાટ જોવા મળી રહ્યો છે થોડા દિવસો પહેલા મોરબી તાલુકા પોલીસ દ્વારા આઠ ચોરાઉ બાઇક સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ ધડોધડ બાઈક ચોરીના ગુના નોંધાઈ રહ્યા છે

આજે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વધુ બે ચોરીના ગુના નોંધાયા છે જેમાં ચાર બાઇકની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધવામાં આવે છે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ ભરતભાઇ નરશીભાઈ રાઠોડ જાતે આહીર (૨૭) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યુ છે કેતેનું બાઇક નંબર જીજે ૩ બીકે ૪૭૩૮ જેની કિંમત ૩૫,૦૦૦ તેમજ સુરેશભાઈ છોટુરામ જયવલિયાનું બાઇક નંબર જીજે ૩૬ કે ૮૭૪૫ જેની કિંમત રૂપિયા ૬૦૦૦૦ આમ કુલ મળીને બે બાઈકની મુકેશ ધુડાભાઈ ડાભી અને સેલાભાઈ રણછોડભાઈ ચાવડાએ ચોરી કરેલ છે

આવી જ રીતે અશોકકુમાર સાવરમલ શર્મા જાતે બ્રાહ્મણ (ઉ.૩૭) રહે. રાધેશ્યામ પ્લાઝા નવા સાદુકા વાળાએ બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે રાધેશ્યામ પ્લાઝા કોમ્પલેક્ષ પાસે તેઓનું બાઇક નંબર જીજે ૩૬ એબી ૧૪૫૨ જેની કિંમત રૂપિયા ૩૫,૦૦૦ તથા પિયુષભાઈ દુર્લભજીભાઈ ખાનપરા રહે. મોરબી વાળાનું બાઇક નંબર જીજે ૩ બીજી ૪૨૫૭ જેની કિંમત ૭૦,૦૦૦ આમ બે બાઈકની મુકેશ ધૂડાભાઈ ડાભી અને રમેશભાઈ મેરાભાઈ પરમાર દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે બાઈક ચોરીનો ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ત્રણેય શખ્સોને મોરબી તાલુકા પોલીસે ચોરાઉ બાઇક સાથે પડ્યા છે અને ત્યાર બાદ હવે આ શખ્સોની સામે બાઈક ચોરીના ગુના નોંધવામાં આવી રહ્યા છે






Latest News