મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીની ચિત્રકૂટ સોસાયટીના રહેણાક મકાનમાંથી બિયરના જથ્થા સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE











મોરબીની ચિત્રકૂટ સોસાયટીના રહેણાક મકાનમાંથી બિયરના જથ્થા સાથે એક પકડાયો, એકની શોધખોળ

મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ ચિત્રકૂટ સોસાયટીના રહેણાક મકાનમાં દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં રેડ કરતાં ઘરમાંથી બિયરના ૨૪ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે બીયર સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી એસીબીની ટીમને બાતમી મળી હતી કે મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન પાછળના ભાગમાં આવેલ ચિત્રકૂટ સોસાયટીના મકાનમાં દારૂ બિયરનો જથ્થો છે જેથી કરીને પોલીસ દ્વારા ત્યાં રહેતા કલ્પેશભાઈ ધીરુભાઈ પરમાર જાતે લુહાર (ઉંમર ૩૮) ના ઘરની અંદર રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી બીયરના ૨૪ ટીન મળી આવ્યા હોય પોલીસે ૨૪૦૦ રૂપિયાની કિંમતમાં બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને તેની પાસેથી ભાર્ગવ સુધીરભાઈ વિઠલાપરા રહે. મોરબી વાળાનું નામ સામે આવ્યું હતું માટે તેને પકડવા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે

દારૂની બોટલ

વાંકાનેરની ભાટીયા સોસાયટી પાસે કુમાર શાળા નજીકથી પસાર થયેલા યુવાનને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને ૩૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે પોલીસે અમિતભાઈ દેવેન્દ્રભાઈ મકવાણા જાતે વ્યાસ (ઉંમર ૩૫) રહે. ભાટીયા સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે આવી જ રીતે મોરબી શહેરના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ કોહિનૂર પાન પાસેથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી પણ દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ત્રણ સો રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે મુસ્તાક ઉર્ફે મુસો જુસબભાઈ કટીયા જાતે મિયાણા (ઉ.૨૩) રહે. મચ્છીપીઠ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સો પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News