મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આઇ-ખેડૂત પોર્ટલ પર ૨૧ માર્ચ સુધી અરજી કરી શકાશે


SHARE











મોરબી જીલ્લામાં આઇ-ખેડૂત પોર્ટલ પર ૨૧ માર્ચ સુધી અરજી કરી શકાશે

ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in (આઇ ખેડૂત) પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકાર દ્વારા ૨૦૨૨-૨૩ માટે આઇ ખેડુત પોર્ટલ પર તારીખ ૨૧/૦૨ થી ૨૧/૦૩ સુધીમાં ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવનાર છે.

જિલ્લાના તમામ ખેડૂતોને તેઓની જરૂરીયાતના ઘટકોમાં સહાય મેળવવા માટે સુચિત સમયમર્યાદામાં આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા વિનંતી કરવામાં આવે છે. ખેડૂતો દ્વારા કરવામાં આવનાર અરજીઓનાં ઓટો ઇનવર્ડની પધ્ધતિ દાખલ કરવામાં આવેલ છે આથી અરજદારે ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે અને કોઇ કચેરી ખાતે જમા કરાવવાની જરૂરીયાત નથી. પરંતુ ઓનલાઇન કરેલ અરજીને ખેતીવાડી ખાતા દ્વારા જો પૂર્વ મંજૂરી આપવામાં આવે તો અરજદાર દ્વારા નિયત સમયમર્યાદામાં સાધનની ખરીદી કર્યા બાદ ખેડૂતે સહી કરેલ અરજીની પ્રિન્ટઆઉટ સાથે જરૂરી સાધનિક પુરાવા સાથેનો કલેઇમ સબંધિત કચેરીએ રજૂ કરવાનો રહેશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે.

ઘાંટીલા પંચાયતનું ખાતમૂહુર્ત કરાશે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાતયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે રવિવારે સાંજે ૪ કલાકે યોજાનાર માળીયા તાલુકાના ઘાંટીલા ગ્રામ પંચાયત કચેરીના ખાતમૂહુર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં સંગઠનના પદાધિકારીઓ તેમજ સ્થાનીક આગેવાનો પણ જોડાશે.






Latest News