મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રણ માસ પહેલા છૂટાછેડા થયા હોવાનું મનમાં લાગી આવતા ઉંદર મારવાની દવા પી લેતા યુવતી સારવારમાં


SHARE







મોરબીમાં ત્રણ માસ પહેલા છૂટાછેડા થયા હોવાનું મનમાં લાગી આવતા ઉંદર મારવાની દવા પી લેતા યુવતી સારવારમાં

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતી યુવતીએ ઉંદર મારવાની દવા પી લેતા તેણીને સારવારમાં ખસેડવામાં આવી હતી.પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે તેણીના ત્રણ માસ પહેલા છૂટાછેડા થયા હોય ટેન્શનમાં આવી જઈને માવતરને ત્યાં જ તેણીએ ઉપરોક્ત પગલું ભર્યું હતું.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના મકરાણીવાસ વિસ્તારમાં માવતરને ત્યાં રહેતી નગ્માબેન અનવરભાઈ શાહમદાર નામની ૨૧ વર્ષીય યુવતીએ તેના ઘેર ઉંદર મારવાની દવા પી લીધી હતી.જેથી તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહિલે તપાસ કરતા ખૂલ્યું હતું કે ભોગ બનેલ નગ્માબેનના ત્રણ માસ પહેલા છુટાછેડા થયેલા છે અને તેને લઈને તે માનસિક ટેન્શનમાં ગુમસુમ રહેતા હતા અને તે દરમ્યાન તેમણે ઉપરોક્ત પગલું ભરી લેતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

ભુજમાં આરટીઓ નજીક રહેતા મીતાબેન કલ્પેશભાઇ ઠક્કર નામની ૪૭ વર્ષીય મહિલાને મોરબીના માળીયા તાલુકાના હરીપર ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માત બનાવમાં ઇજાઓ થતાં મિતાબેનને અહિંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે ટીંબડી નજીક રહેતા મગનભાઈ મોહનભાઈ આદ્રોજા નામના ૬૫ વર્ષીય વૃદ્ધ માળીયા હાઈવે ઉપરથી જતા હતા ત્યારે પાટીદાર ટાઉનશીપ નજીક તેઓના બાઇકને કાર નંબર જીજે ૪ બીબી ૮૩૪૯ ના ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત મગનભાઈ આદ્રોજાને સારવાર માટે સામેકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે ખસેડાયા હતા.

બાળક-યુવાન સારવારમાં

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા બીપીનભાઈ કૈલાના નવ વર્ષીય પુત્ર વૈભવને વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં સીવીલે ખસેડાયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે વૈભવ પોતાના પિતાની સાથે બાઈકમાં જતો હતો ત્યારે ઘૂંટુ અને મોરબીની વચ્ચે તેમના બાઇકની આડે કુતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ જતાં ૧૦૮ વડે વૈભવને સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલ સીબોન સિરામિકમાં રહીને મજૂરી કરતા મહેશ ગંગાપ્રસાદ માલવિયા નામના ૩૫ વર્ષીય યુવાનને તેના કવાટરમાં અકસ્માતે પેટના ભાગે ઇજાઓ થવાથી તેને સામાકાંઠે સમર્પણ હોસ્પિટલે ખસેડાયો હતો.






Latest News