મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં રેલવે સ્ટેશનના ગેઇટ પાસેથી ગેરકાયદે રિવોલ્વર સાથે એક પકડાયો​​​​​​​ 


SHARE







મોરબીમાં રેલવે સ્ટેશનના ગેઇટ પાસેથી ગેરકાયદે રિવોલ્વર સાથે એક પકડાયો 

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રેલવે સ્ટેશનના ગેટ પાસેથી પસાર થતા યુવાનને રોકીને એસઓજીની ટીમે ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટની રિવોલ્વર મળી આવી હતી જેથી પોલીસે ૧૦ હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરીને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની પાસે હથિયાર ક્યાંથી આવ્યું હતું ? અને શા માટે તે પોતાની પાસે હથિયાર રાખતો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રેલવે સ્ટેશનના ગેટ પાસે એસઓજીની ટીમ વોચમાં હતી અને મળેલ બાતમીના આધારે ત્યાંઆથી નીકળેલા એક યુવાને રોકીને ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટની રિવોલ્વર મળી આવી હતી માટે ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરીને પોલીસે અલ્પેશભાઈ ચંદુભાઇ રૂદાતલા જાતે કોળી (ઉંમર ૨૨) રહે. યમુનાનગર સોસાયટી નવલખી રોડ મોરબી મૂળ અમરાપર નાગલપર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે હથિયાર ક્યાંથી આવ્યું હતું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News