મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ સ્કૂલના વિદ્યાર્થીઓએ સીએની પરીક્ષામાં ઉચ્ચ સફળતા હાંસલ કરી


SHARE







મોરબીની નવયુગ સ્કૂલના વિદ્યાર્થીઓએ સીએની પરીક્ષામાં ઉચ્ચ સફળતા હાંસલ કરી

તાજેતરમાં સીએ તેમજ સીએ ફાઉન્ડેશનના પરિણામો આવ્યા છે જેમાં મોરબીની જાણીતી નવયુગ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉચ્ચ સફળતા હાંસલ કરી હોય તે બદલ સંસ્થાના સંચાલક દ્વારા સફળ થયેલા તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

તાજેતરમાં જ સીએ ફાઉન્ડેશન તેમજ સીએ મેઇન પરીક્ષાના પરિણામો જાહેર થયા જેમાં મોરબીની જાણીતી નવયુગ કોમર્સ સ્કુલના ચાર વિદ્યાર્થીઓએ ઉચ્ચ સફળતા મેળવેલ છે.સીએની ફાઇનલ પરીક્ષામાં પ્રિયાંક રાજવીરે ૪૦૦ માંથી ૨૦૯ માર્ક મેળવીને પરીક્ષા પાસ કરી છે.જયારે સીએ ફાઉન્ડેશનમાં પાર્થ મેરેજાએ ૪૦૦ માંથી ૨૪૮, ઋત્વી કાનડીયાએ ૪૦૦ માંથી ૨૩૦ અને અભી રાજવીરે ૪૦૦ માંથી ૨૦૮ માર્ક પ્રાપ્ત કરીને અઘરી ગણાતી સીએની પરિક્ષામાં ઉતીર્ણ થયા છે.સારા માર્કસે પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ અને તેમના પરિવારને તેમજ તેઓને સારી રીતે તૈયારી કરાવનાર સ્ટાફને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ અભિનંદન પાઠવ્યા હતા.






Latest News