મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી બી ડિવિઝન-તાલુકા પોલીસની હદમાંથી બે બાઈકની ચોરી


SHARE







મોરબી બી ડિવિઝન-તાલુકા પોલીસની હદમાંથી બે બાઈકની ચોરી

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ જીલટોપ સીરામીક કારખાનાની સામે ચિંતન વિદ્યાલયની બાજુમાં પાર્ક એક બાઇક તેમજ મોરબીના લાલપર ગામ પાસે આવેલા કારખાના પાસે પાર્ક કરવાં આવેલ એક બાઇકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાનોએ હાલમાં મોરબીના જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં બાઇક ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લધીરપુર રોડ ઉપર કિશન પેટ્રોલ પંપની બાજુમાં ટેગે અલી ટાયર નામની દુકાનમાં રહેતા મૂળ બિહારના રહેવાથી મહમદભાઇ આબિદભાઈ તૈયબઅલી જાતે મુસ્લિમ (ઉંમર ૩૩) એ હાલમાં હાજીભાઈ અકબરભાઈ માણેક જાતે મિયાણા (ઉંમર ૨૬) રહે. સોઓરડી રામદેવપીરના મંદિર પાસે વાળાની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ જીલટોપ સીરામીક કારખાના પાસે ચિંતન વિદ્યાલયની બાજુમાં તેણે પોતાનું ડ્રીમ યુગા બાઇક નંબર જીજે ૩૬ જે ૩૦૮૮ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની આરોપીએ ચોરી કરી હતી જેથી ૨૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

આવી જ રીતે મૂળ માણાવદરના રહેવાસી અને હાલમાં મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળના ભાગમાં પાવન પાર્ક શેરી નં-૩ ની અંદર ભાડાના મકાનમાં રહેતા ઋષિભાઈ પ્રકાશભાઈ કોરડીયા જાતે પટેલ (ઉંમર ૨૨) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે લાલપર ગામ પાસે આવેલ માઇક્રો ટેક સીરામીક લેબ નામના કારખાનાની પાસે તેણે પોતાનું બાઇક નંબર જીજે ૧૧ સીઇ ૩૪૮૮ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી ૩૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવા અંગેની યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News