વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના ગાયત્રીનગરમાં બાઇક ધીમું ચલાવવાનું કહેતા યુવાનને બે ભાઈઓએ ઢીબી નાખ્યો, જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીના ગાયત્રીનગરમાં બાઇક ધીમું ચલાવવાનું કહેતા યુવાનને બે ભાઈઓએ ઢીબી નાખ્યો, જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં રહેતા યુવાને તેના ઘર પાસેથી બાઈક ધીમું ચલાવવા માટે એક શખ્સને કહ્યું હતું ત્યારબાદ તે શખ્સ અને તેના ભાઈએ યુવાનની સાથે બોલાચાલી કરી હતી અને ઢીકાપાટુનો તેમ ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રી નગર શેરી નં-૨ માં મારુતિ પાનની બાજુમાં રહેતા લેખરાજ રણજિતદાન ઈરાની જાતે ગઢવી (ઉમર ૩૨)એ તે જ વિસ્તારની અંદર રહેતા જગદીશભાઇ કનુભાઈ લુહાર અને તેના મોટાભાઈની સામે માર માર્યો હોવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેને પોતાની શેરીમાંથી જગદીશભાઈ કનુભાઈ લુહારને બાઈક ધીમું ચલાવવા માટે થઈને કહ્યું હતું જે તેને સારું નહીં લગતા ગાળો આપી હતી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો ત્યારબાદ જગદીશભાઈ કનુભાઈ લુહારના મોટાભાઇ આવીને તેના હાથમાં રહેલ ધોકો ફરિયાદી લેખરાજને માથા માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે હાલમાં ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News