મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશનમાં મંત્રી બ્રિજેશભાઇની રજૂઆતો બાદ સુવિધાઓ વધારો


SHARE







મોરબીના નજરબાગ રેલવે સ્ટેશનમાં મંત્રી બ્રિજેશભાઇની રજૂઆતો બાદ સુવિધાઓ વધારો

મોરબી માળીયાના ધારાસભ્ય અને શ્રમકૌશલ્ય વિકાસ અને રોજગારપંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબીના નઝરબાગ રેલવે સ્ટેશનની મુલાકાત લઇ તેમના દ્વારા કરવામાં આવેલ રજૂઆત બાદ થયેલ કામગીરીનું અવલોકન કર્યું હતું. મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી-માળીયાના ધારાસભ્ય તરીકે કેન્દ્ર સરકારમાં નજરબાગ રેલવે સ્ટેશનના રીનોવેશન તેમજ અન્ય સુવિધાઓ અને વિકાસ કાર્યો માટે રજૂઆતો કરી હતી. આ રજૂઆતોને પગલે નજરબાગ રેલવે સ્ટેશનમાં સુવિધાઓનો ઉમેરો થતાં સ્થાનિક અગ્રણીઓ દ્વારા નજરબાગ રેલવે સ્ટેશન ખાતે ગુરુવારે મંત્રીની મુલાકાત વેળાએ સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવમોરબી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, મોરબી પાલિકાના માજી સભ્ય સુરેશભાઇ શિરોહીયા સહિત સ્થાનિક અગ્રણીઓ નજરબાગ રેલવે સ્ટેશને હાજર રહ્યા હતા.






Latest News