હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના નવા ખારચીયા પાસે રિવર્સ આવતા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ગુપ્ત ભાગ-શરીરે ઇજા: ગુનો નોંધાયો


SHARE









મોરબીના નવા ખારચીયા પાસે રિવર્સ આવતા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ગુપ્ત ભાગ-શરીરે ઇજા: ગુનો નોંધાયો

મોરબીના પીપળીયા આમરણ રોડ ઉપર આવેલા નવા ખારચીયા ગામના પાટિયા પાસે ડમ્પર ચાલકે પાછળ જોયા વગર પોતાનું વાહન રિવર્સમાં લીધું હતું જેથી પાછળના જોટામાં યુવાનને લઈ લીધો હતો અને તેના પગ, ગુપ્ત ભાગ અને કમરના ભાગે ઈજા કરી હતી અને આરોપી પોતાનો ડમ્પર ઘટના સ્થળે જ મુકીને નાસી ગયો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાનને સારવાર લીધા બાદ હાલમાં ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના નવા ખારચીયા ગામે રહેતા ભરતભાઇ કાનજીભાઇ શેરસીયા જાતે પટેલ (૪૦) પોતાના ગામના પાટિયા પાસે ઊભા હતા ત્યારે પીપળીયા આમરણ રોડ ઉપર ગામના પાટીયા પાસે ડમ્પર નંબર એમપી ૩૯  એચ ૨૨૬૨ ના ચાલકે પાછળ જોયા વગર પોતાનું ડમ્પર રિવર્સમાં લીધું હતું જેથી ડમ્પરની ખાલી સાઇડમાં પાછળના જોટામાં ભરતભાઈને લીધા હતા અને તેને ડાબા પગમાં ગુપ્ત ભાગે અને કમરમાં ઇજા કરી હતી જેથી તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મુકીને નાસી ગયો હતો માટે હાલમાં ભરતભાઇ કાનજીભાઇ શેરસીયાએ સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે અકસ્માતનો ગુનો આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News