હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં જુગાર રમતા ૩ જુગારી ૧૩,૮૫૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE









મોરબીના લાતી પ્લોટમાં જુગાર રમતા ૩ જુગારી ૧૩,૮૫૦ ની રોકડ સાથે ઝડપાયા

મોરબી શહેરના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જુગાર રમતા મળ્યા હતા જેથી પોલીસે ૧૩૮૫૦ ની રોકડ કબ્જે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નંબર ૨-૩ ની વચ્ચે જાહેરમાં જુગાર રમતા હોવાની એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે રિયાઝભાઈ ઈકબાલશા શાહમદાર જાતે ફકીર (ઉંમર ૨૨) રહે જુના બસ સ્ટેન્ડ પાછળ મોરબી, સાદીકભાઈ અબ્દુલભાઈ સુમરા જાતે સંધિ (ઉંમર ૨૨) રહે મસ્જિદ વાળી શેરી વીસીપરા મોરબી તેમજ દિલીપભાઈ અમરશીભાઈ જાદવ (ઉંમર ૩૫) રહે સજનપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને તેઓની પાસેથી પોલીસે ૧૩,૮૫૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

એક બોટલ દારૂ

હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે હાઈવે રોડ ઉપરથી પસાર થતા બે યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ત્રણ સો રૂપિયાની કિંમતનો દારૂ અને વીસ હજાર રૂપિયાની કિંમતનો બાઈક આમ કુલ મળીને ૨૦,૩૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે મહાવીરસિંહ જોરૂભા મસાણી જાતે કારળીયા રજપુત (ઉ.૨૦) રહે રાજસીતાપુર તાલુકો ધ્રાંગધ્રા અને રૂત્વિકભાઇ દિલીપભાઇ મકવાણા જાતે કારડીયા રજપુત (ઉ.૨૧) રહે ઢુવા વાળાની ધરપકડ કરેલ છે




Latest News