મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

તસ્કરો મેદાનમાં !: મોરબીના શોભેશ્વર રોડે આવેલ વાણીયા સોસાયટીના મકાનમાંથી ૫.૪૨ લાખના મુદામાલની ચોરી


SHARE







તસ્કરો મેદાનમાં !: મોરબીના શોભેશ્વર રોડે આવેલ વાણીયા સોસાયટીના મકાનમાંથી ૫.૪૨ લાખના મુદામાલની ચોરી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ વાણીયા સોસાયટીમાં રહેતા યુવાનના ઘરની અંદર તસ્કરોએ ધામા નાખ્યા હતા અને તેના ઘરમાં નીચેના રૂમના દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ્યા બાદ તસ્કરે કબાટમાં રાખેલ રોકડા રૂપિયા ૫.૩૪ લાખ અને ૮૦૦૦ ના દાગીના આમ કુલ મળીને ૫.૪૨ લાખના મુદ્દામાલની ચોરી કરી છે જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે લઈને તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ વાણિયા સોસાયટીમાં રહેતા મૂળ આદિત્યાણા ગામના રહેવાસી અનિલભાઈ છગનભાઈ ડાકી જાતે કોળી (ઉંમર ૨૩) ના રહેણાંક મકાનની અંદર તા. ૯ ના રોજ રાત્રિના દોઢ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના નવ વાગ્યા સુધીમાં અજાણ્યા તસ્કરોએ ધામા નાખ્યા હતા અને તેના ઘરમાંથી રોકડ તેમજ દાગીનાની ચોરી કરવામાં આવેલ છે હાલમાં અનીલભાઈ ડાકીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદમાં તેઓએ જણાવ્યું છે કે તેઓ પોતાના ઘરમાં નીચેના ભાગે મકાનને બંધ કરીને ઉપરના મળે સુવા માટે ગયો હતો અને તે સૂતો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેના ઘરમાં નીચેના દરવાજનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરી લોખંડના કબાટનો લોક તોડીને તેના અંદર રાખવામાં આવેલ ટ્રક ભાડાના ૫.૩૪ લાખ રોકડા અને ચાંદીના છડા ૨૦૦ ગ્રામ જેની કિંમત રૂપિયા ૮૦૦૦ આમ કુલ મળીને ૫.૪૨ લાખના મુદ્દામાલની ચોરી કરી ગયેલ છે જેથી પોલીસે હાલમાં યુવાનની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા માટે તપાસ શરૂ કરેલ છે

વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે ફરિયાદ નોંધાવનારા યુવાનના માતા અને પિતા તેઓના વતન આદિત્યાણા માતાજીના દર્શન કરવા માટે ગયા હતા અને યુવાનને તેના પિતાએ કહ્યું હતું કે ટ્રક ભાડાના પાંચ લાખ રૂપિયા ઘરમાં પડ્યા છે અને અન્ય એક ડ્રાઈવર તેને ૩૪ હજાર રૂપિયા ભાડું આપી જવાનો છે જે ૫.૩૪ લાખ રૂપિયા બેંકમાં જમા કરાવી દેજે જો કે, મોડું થઈ જવાના કારણે તે રકમ તેણે બેંકમાં જમા કરાવવી ન હતી અને ઘરની અંદર જ પડી દરમિયાન ચોરીનો બનાવ બન્યો છે જેથી કરી અને હાલમાં પોલીસે આ યુવાને નોંધાવેલી ફરિયાદના આધારે તપાસ શરૂ કરેલ છે જોકે, આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં કોઇ જાણભેદુ સંડોવાયેલ હોય તેવી પણ શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે જેથી કરીને પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે




Latest News