મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં મોરબી : આપત્તિ વ્યવસ્થાપન અને જન સુરક્ષા માટે હળવદના રણમલપુર ખાતે આઈઓસી દ્વારા ઓફસાઈટ મોકડ્રીલ યોજાઈ
Breaking news
Morbi Today

પોલીસ બેડામાં ઊથલ પાથલ: મોરબી જિલ્લામાં એલસીબી પીઆઇ સહિત નવ અધિકારી અને ૨૪ જવાનોની બદલી


SHARE











પોલીસ બેડામાં ઊથલ પાથલ: મોરબી જિલ્લામાં એલસીબી પીઆઇ સહિત નવ અધિકારી અને ૨૪ જવાનોની બદલી

મોરબી જિલ્લાના જુદાજુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા અધિકારીઓની મોડી સાંજે બદલી કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ સહિત કુલ મળીને નવ અધિકારી અને 24 જવાનોની બદલી કરવામાં આવી છે

મોરબી જિલ્લાના એસપી એસ.આર.ઓડેદરાએ ગઇકાલે મોડી સાંજે એલસીબીના પીઆઇ વી.બી. જાડેજાની ટ્રાફિક શાખામાં બદલી કરેલ છે અને છેલ્લા થોડા દિવસ ઇન્ચાર્જ પીઆઇ તરીકે એલસીબીમાં મૂકવામાં આવેલા હતા તે મોરબી તાલુકાના પીઆઇ એમ.આર.ગોઢાણીયાને એલસીબી તરીકે મૂકવામાં આવેલ છે આવી જ રીતે મોરબી સિટી બી ડિવિઝનના પીઆઇ વી.એલ. પટેલની મોરબી તાલુકા પીઆઇ તરીકે બદલી કરવામાં આવેલ છે અને અગાઉ હળવદના પીઆઇ તરીકે ફરજ બજાવનાર અને હાલમાં લિવ રિઝર્વમાં હતા તે પીઆઇ પી.એ.દેકાવડિયાને મોરબી સિટી બી ડિવિઝનમાં પીઆઇ તરીકે મૂકવામાં આવેલ છે તો પાંચ પીએસઆઈની પણ બદલીઓ કરવામાં આવી છે તેમાં એલસીબી શાખા (આર્થિક ગુના નિવારણ)માં એન.એચ. ચુડાસમા, માળીયામાં બી.ડી. જાડેજા, મોરબી સિટી બી ડિવિઝનમાં વી.બી. રાયમા, વાંકાનેર સીટીમાં એન.એ.શુક્લા, મોરબી સિટી એ ડિવિઝનમાં એમ.પી.સોનારાની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત મોરબી જીલ્લામાં ૨૪ જવાનોની બદલી કરવામાં આવી છે જેમાં બળદેવસિંહ જાડેજા,  રણજિતસિંહ રાઠોડ, મહેન્દ્રકુમાર ગઢવી, આરઝુબેન ઓડેદરા, નારણભાઈ લાવડીયા, ચમનભાઈ ચાવડા, દેવશીભાઈ મોરી, પ્રદીપસિંહ ઝાલા, નગીનદાસ નિમાવત, વિપુલકુમાર ફૂલતરિયા, વિજયદાન ગઢવી, ધવલ ભાગીયા, દેવાયતકુમાર રાઠોડ, રઘુવીરસિંહ મોરી, બ્રિજરાજસિંહ ઝાલા, રતિલાલ ગરચર, યુવરાજસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહિલ, શૈલેષભાઇ હૈણ, હિતેશકુમાર ચાવડા, જયદેવસિંહ ઝાલા, જયેશ માણસૂરિયા, સંજયભાઈ સામતીયા અને સંજયભાઈ મૈયડની બદલી કરવામાં આવી છે.




Latest News