હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

વાહ રે આરોગ્ય તંત્ર : મોરબીના જસમતગઢ ગામે નવ માહિના પહેલાં મૃત્યુ પામેલ મહિલાને કોરોના વેક્સિન મુકાઇ !


SHARE











વાહ રે આરોગ્ય તંત્ર : મોરબીના જસમતગઢ ગામે નવ માહિના પહેલાં મૃત્યુ પામેલ મહિલાને કોરોના વેક્સિન મુકાઇ !

મોરબી જિલ્લાની અંદર હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિન મૂકવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં અનેક વખત લોકોએ વેક્સિનનો ડોઝ લીધા ન હોય છતાં પણ વેક્સિનેશન થઈ ગયું હોવાના મેસેજ આવે છે જેથી લોકો પણ મૂંઝવણમાં મુકાઇ જાય છે કારણ કે તેઓને બીજો ડોઝ મળશે કે કેમ તે પ્રશ્ન ઊભો થાય છે તેવામાં આજથી લગભગ નવ મહિના પહેલાં મૃત્યુ પામેલ મહિલાને કોરોનાની વેક્સિન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આપવામાં આવી છે જેથી કોરોના વેક્સિનની કામગીરી ઝડપથી અને ખૂબ સારી થાય છે તેવું બતાવવા માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મૃત વ્યક્તિઓને પણ વેક્સિનના સર્ટિ ઉશયુ કરવામાં આવી રહ્યા હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે

મોરબી જિલ્લામાં કોરોના સામે રક્ષણ આપતી કોરોના વેક્સિન મૂકવા માટેની કામગીરી સરકાર તરફથી રોજ ડોઝની ફાળવણી કરવામાં આવે તેના આધારે મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે અને અગાઉ જે લોકોએ કોરોના વેક્સિનનો એક ડોઝ લીધો હોય તે લોકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોવા છતાં પણ તે લોકોને વેક્સિનેશન થઇ ગયું હોય તે પ્રકારના મેસેજ આરોગ્ય વિભાગ દ્વારા મોકલવામાં આવ્યા છે જેથી કરીને આરોગ્ય વિભાગની કામગીરી સામે એક નહીં પણ અનેક વખત સવાલો ઉઠયા છે અને અગાઉ કેટલાક મૃત્યુ પામેલા વ્યક્તિઓને પણ કોરોના વેક્સિન મૂકી હોય તેવી માહિતી સામે આવી હતી.

આવી રીતે મોરબી તાલુકાના જસમતગઢ ગામે રહેતા રતિલાલ સાદરીયાના પત્ની હંસાબેન સાદરિયા (ઉંમર ૫૮) કે, જેઓ ગત તા. ૨૬/૪/૨૧ ના રોજ મૃત્યુ પામેલા છે અને તેનો તા. ૬/૫/૨૧ ના રોજ મૃત્યુનો દાખલો પણ ઈશ્યૂ કરી દેવામાં આવ્યો છે આ મૃતક મહિલાને મોરબીમાં કજારીયા સીરામીક ખાતે આવેલ વેક્સિનેશન સેન્ટરમાંથી તા. ૫/૨/૨૦૨૨ ના રોજ કોરોના વેક્સિનનો બીજો ડોઝ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આપવામાં આવ્યો છે તે પ્રકારનો મેસેજ હાલમાં રતિભાઈ સાદરિયાના મોબાઈલ ફોન ઉપર આવ્યો છે જેથી કરીને મોરબી જિલ્લાની અંદર કોરોના વેક્સિનની કામગીરી ખૂબ સારી રીતે ચાલી રહી છે આવું દેખાડવા માટે આરોગ્ય વિભાગ દ્વારા મૃતક વ્યક્તિઓના નામના કોરોના વેક્સિનના સર્ટિ ઇશ્યૂ કરવામાં આવતા હોય તેવો ઘાટ સર્જાયો છે અને આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે આ મૃત વ્યક્તિને કઈ રીતે કોરોના વેક્સિન મુકવામાં આવી ?, તે બાબતની તપાસ કરવામાં આવે તો આ રીતે કેટલા લોકોને બોગસ વેક્સિનેશન કરવામાં આવ્યા છે મોરબી જિલ્લામાં તેની સંપૂર્ણ વિગત સામે આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.




Latest News