વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કોરોનામાં અવસાન પામેલા દર્દીના પરિવારને ચાર લાખ ચૂકવવાની કોંગ્રેસની માંગ


SHARE











મોરબી જિલ્લામાં કોરોનામાં અવસાન પામેલા દર્દીના પરિવારને ચાર લાખ ચૂકવવાની કોંગ્રેસની માંગ

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખની આગેવાનીમાં કોવિડ ન્યાયયાત્રા અંતર્ગત કલેકટરને આવેદનપત્ર આપીને કોરોનામાં અવસાન પામેલા દર્દીઓના પરિવારને ૪ લાખની સહાય ચૂકવવાની માંગ કરેલ છે અને કોંગ્રેસ ૨૦૨૨ માં ગુજરાતમાં સત્તા પર આવશે તો કોરોનામાં અવસાન પામેલા દર્દીઓના પરિવારને ચાર લાખની સહાય ચૂકવવામાં આવશે તેવું જણાવ્યુ છે

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડસુંબિયા સહિતના કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે જેમાં કોરોનાના કપરા કાળમાં હોસ્પિટલોમાં બેડ, દવાઓ, ઇન્જેક્શન, ઓક્સીજન અને વેન્ટીલેટર મળતા ન હતા અને ગુજરાતના ૩ લાખ કરતાથી વધુ લોકોના મૃત્યુ થયા સી હે ત્યારે પશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે અસંવેદનશીલ નિર્ણય કરેલ છે જેથી કરીને મૃતકના પરિવારને ૪ લાખની  સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરેલ છે હાલમાં મૃતકોના પરિવારજનોને સહાય આપવામાં વિલંબની નોંધ સુપ્રિમકોર્ટે લીધી છતાં પણ સરકારના પેટનું પાણી ઘલતુ નથી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કૌવીડ-૧૯ ન્યાય યાત્રાનું આયોજન સમગ્ર રાજ્યમાં કર્યું  હતું અને સરકાર પાસે ચાર માંગણી કરવામાં આવી છે જેમાં કોવીડથી અવસાન પામેલ દરેક મૃતક માટે રૂપિયા ચાર લાખનું વળતર, કોવીડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડીકલ બિલ્સની રકમની ચુકવણી, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ, કોવીડથી અવસાન પામેલ સરકારી કર્મચારીઓના સંતાન-પરિવારજનો પૈકી કાયમી નોકરી આપવાનો સમાવેશ થાય છે ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ ની જોગવાઈ મુજબ કુદરતી આપદા સમયે રાહત-સહાયના ૪ લાખ રૂપિયા ચુકવવા પૈસા નથી પરંતુ તાયફાઓ માટે બેફામ ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે અને કોંગ્રેસ ૨૦૨૨ માં ગુજરાતમાં સત્તા પર આવશે તો કોરોનામાં અવસાન પામેલા દર્દીઓના પરિવારને ચાર લાખની સહાય ચૂકવવામાં આવશે તેવું મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે જણાવ્યુ છે






Latest News