મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ અસિત વોરાનું રાજીનામું લેવામાં આવતા આતિશબાજી કરી


SHARE







મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ અસિત વોરાનું રાજીનામું લેવામાં આવતા આતિશબાજી કરી

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પેપરલીક કાંડ મુદ્દે ગુજરાતમાં મજબૂત અવાજ ઉઠાવ્યો હતો અને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનના અસિત વોરાના રાજીનામાની માંગ કરી હતી અને અને હાલમાં અસિત વોરાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે ત્યારે આપના જિલ્લાના પ્રમુખ સહિતના હોદેદારો દ્વારા આતિશબાજી કરવામાં આવી હતી અને એક મેકના મો મીઠા કરાવ્યા હતા આ તકે મોરબી જિલ્લા પ્રભારી શિવાજીભાઈ ડાંગર, મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, મહામંત્રી જસવંતભાઈ કાગથરા તેમજ રવિભાઈ રાજપરા, દિવ્યેશભાઈ માગુંનિયા, રમેશભાઈ સદાતિયા, ભવદીપસિંહ ઝાલા, નરભેરમભાઇ દેસાઈ, અલ્પાબેન કકડ, હેમરાજભાઈ કાનાણી સહિતના હાજર રહ્યા હતા. ત્યાર બાદ ભાજપ દ્વારા ખોટા કેસો કરી "આપ" ના નેતાઓ તેમજ કાર્યકર્તાઓને જેલમાં પુરી દીધા હતા તો પણ આપના ગુજરાતના નેતા અને કર્યાકર્તાઓ જુક્યા ન હતા અને સંઘર્ષ ચાલુ રાખ્યો હતો તેમજ ઉપવાસ પર બેઠા હતા અને આવેદન પત્રો આપ્યા હતા અને મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવી હતી. આખરે સરકારને જુકવું પડ્યું છે અને અસિત વોરાનું રાજીનામુ લેવામાં આવ્યું છે આમ આદમી પાર્ટીતાનશાહ અને ભ્રષ્ટચાર સરકારને ઝુકાવી યુવાનોને ન્યાય અપાવ્યો છે






Latest News