વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરાના પાસે મીઠા ટ્રકની આવક જાવક માટે તંત્રએ વૈકલ્પિક રસ્તો ન કાઢતા ગ્રામજનો હેરાન


SHARE







માળીયા (મી)ના બગસરાના પાસે મીઠા ટ્રકની આવક જાવક માટે તંત્રએ વૈકલ્પિક રસ્તો ન કાઢતા ગ્રામજનો હેરાન

માળીયાના બગસરાના ખેડૂતના ખેતરને રસ્ત ઉપર મીઠું ઢોળવાથી નુકશાન થતું હોવાથી વારંવાર રજૂઆત કરવામાં આવે છે જો કે, હજુ સુધીમાં તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તો કાઢી આપવામાં આવેલ નથી જેથી ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા આ મુદે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને મીઠાના વાહનોની આવક જાવક માટે રસ્તો કાઢી આપવાની તેમજ મીઠાના ઉત્પાદન માટે ગામના લોકો તેમજ અગરીયાઓને જમીન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

માળીયાના બગસરા ગામના સરપંચ ગૌરીબેન નગજીભાઇ પીપળીયાકલેક્ટરને લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, બગસરા ગામેથી મીઠા ભરેલા ટ્રક સહિતના વાહનો નીકળે છે જેમાંથી મીઠું ઢોળાતું હોય છે અને ખેતરોમાં પાક તેમજ લોકોને નુકશાન થાય છે માટે મીઠું ઢોળતા વાહનોને બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે તેની સાથોસાથ મીઠાના ઉત્પાદન માટે ગામના લોકો તેમજ અગરીયાઓને જમીન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, વર્ષોથી જે રસ્તા ઉપરથી વાહનો જતાં હતા તે જ રસ્તા ઉપરથી આજની તારીખે પણ મીઠાના વાહનો પસાર થાય છે જો કે, પહેલા ત્યાં વસાહત કે સ્કૂલ ન હતી અને હાલમાં બની ગયેલ છે જેથી ઉદ્યોગકારો દ્વારા પણ અધિકારીને વૈકલ્પિક રસ્તો કાઢી આપવા માટે રજૂઆતો કરવામાં આવી છે જો કે, અધિકારી કોઈ કામ કરેલ નથી જેના લીધે આજની તારીખે ગામના લોકો અને ઉદ્યોગકાર વચ્ચે કારણ વગરનું ઘર્ષણ થઈ રહ્યું છે તે હક્કિત છે

 




Latest News