મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીના ગ્રીન ચોક પાસે વૃદ્ધે ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE







મોરબીના ગ્રીન ચોક પાસે વૃદ્ધે ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

મોરબી શહેરના ગ્રીન ચોક પાસે આવેલ સ્વાગત જવેલર્સની સામેના ભાગમાં રહેતા વૃદ્ધે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના ગ્રીન ચોક પાસે સ્વાગત જ્વેલર્સની સામેના ભાગમાં રહેતા પરાગભાઈ લાભશંકરભાઇ મોદી (ઉંમર ૫૫)એ પોતાના ઘરની અંદર ગઈકાલે પોણા ચાર વાગ્યાના અરસામાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે વૃદ્ધને માનસિક બીમારી હતી અને માનસિક બીમારી સબબ તેને ગળાફાંસો ખાઇ લેતા તેનું મૃત્યુ નીપજયું છે તેવું મૃતકના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે.

યુવાન સારવારમાં
 
મોરબીના રંગપર ગામે રહેતો કરણ અમરસીભાઇ સાકરીયા નામનો ૨૨ વર્ષીય યુવાન કોઈ કારણોસર ફિનાઇલ પી જતાં તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો જોકે પોલીસ તપાસ માટે પહોંચે તે પહેલાં જ તે રજા લીધા વગર ચાલ્યો હયો હતો..! જ્યારે મોરબીના સામાકાંઠે આવેલા પાડા પુલ નીચે ગોળાઇ પાસે બાઇક સ્લીપ થઇ જતા માથા અને જમણા હાથના ભાગે ઇજાઓ થવાથી શની લાભુભાઈ સુરેલા (૨૨) રહે.મકનસર તા.જી.મોરબીને સારવાર માટે અહીંની આયુષ  હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.
 
આધેડ સારવારમાં
 
મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલ સુરજબાગ નજીક રહેતા બચુભાઈ નારણભાઈ ગામી નામના ૬૩ વર્ષીય આધેડને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેઓએ તબીબને નિવેદનમાં જણાવ્યું હતું કે, બાજુમાં લારી લઇને ઉભી રહેતા પોપટ ફ્રુટવાળાએ તેમને ચા માં કોઈ પદાર્થ ભેળવીને પીવડાવી દીધો હોય તેઓને સારવાર માટે લાવવામાં આવ્યા છે. બનાવની એ ડીવીઝન પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.





Latest News