મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જૂના ઘાંટીલા ગામે ફેબાએ રાંધવા બાબતે ઠપકો આપતા સગીરાએ કર્યો આપઘાત


SHARE







માળીયા (મી)ના જૂના ઘાંટીલા ગામે ફેબાએ રાંધવા બાબતે ઠપકો આપતા સગીરાએ કર્યો આપઘાત

માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે વાડીએ રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં પરિવારની સગીરા વયની દીકરીને રાંધવા બાબતે તેના ફેબાએ ઠપકો આપ્યો હતો જેથી કરીને સગીરાને લાગી આવતા તેણે વાડીની ઓરડીમાં પડેલ ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેથી કરીને સગીરાનું મોત નીપજ્યું છે ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રહેવાસી અને હાલમાં માળિયા-મિયાણાના જુનાઘાટીલા ગામે અરૂણભાઇ પટેલની વાડીમાં રહેતા રવિન્દ્રભાઈ મંગાભાઈ રાઠવા જાતે આદિવાસીની ૧૪ વર્ષની દીકરી સીતાબેને પોતાની ઓરડીની અંદર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની માળીયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આપઘાત કરી લેનાર સીતાબેનને તેના ફેબાએ રાંધવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને લાગી આવતા તેણે વાડીની ઓરડીમાં પડેલ ઝેરી દવા પી લીધી હતી અને સગીરાનું મોત નીપજયું છે 






Latest News