વધુ એક શિકાર: ટંકારામાં રહેતા કારખાનેદાર સાથે શેરબજારના નામે 84.80 લાખની ઠગાઈ મોરબીમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભા પૂર્વ 22 ગામના ખેડૂતો સાથે કાર્યક્રમ યોજાયો ટંકારા પાસે છ સવારી બાઇકને કારે ઉડાવતા બાળકનું મોત યુપીના જૉનપુરથી ૧૨ જ્યોતિર્લિંગો અને ચારધામની પદયાત્રાએ નીકળેલ યુવતી મોરબી જીલ્લામાં પહોચી મોરબીના લક્ષ્મીનગર ગામેથી કોલેજીયન યુવતી ગુમ : ફરિયાદ મોરબીમાં વિહિપ દ્વારા જુદીજુદી ગરબીઓની 200 જેટલી કન્યાઓનું પૂજન કરીને લ્હાણી અપાઈ માળીયા (મી): દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા બાળાઓને લ્હાણીનું વિતરણ મોરબી જિલ્લાના 2 તાલુકામાં પ્રોમોલગેશનમાં રહી ગયેલ ક્ષતિઓને સુધારવા માટે યોજાશે ખાસ કેમ્પ
Breaking news
Morbi Today

વધુ એક શિકાર: ટંકારામાં રહેતા કારખાનેદાર સાથે શેરબજારના નામે 84.80 લાખની ઠગાઈ


SHARE







વધુ એક શિકાર: ટંકારામાં રહેતા કારખાનેદાર સાથે શેરબજારના નામે 84.80 લાખની ઠગાઈ

શેરબજારમાં રોકાણ કરાવીને વધુ નફો કામવી આપવાની લાલચ આપીને ફ્રોડ કરવામાં આવે છે તેવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે તો પણ વધુ એક વખત મોરબી જિલ્લાના ટંકારા ખાતે રહેતા વેપારીને શેરબજારમાં રોકાણ કરીને વધુ નફો કમાવવાની લાલચ આપવામાં આવી હતી અને તેની પાસેથી 84.80 લાખ રૂપિયા ઓનલાઈન મેળવી લેવામાં આવ્યા હતા ત્યાર બાદ યુવાનની સાથે ઠગાઇ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને હડમતીયા ખાતે જંતુનાશક દવા બનાવવાનું કારખાનું ધારવતા વિજ્ઞેશભાઈ હસમુખભાઇ પરમાર દ્વારા વોટ્સએપ નં 86703 87482 ગ્રુપ એડીમન અને વોટ્સએપ નં 86707 71406 ના ધારકોની સામે ઠગાઈની મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, તા. 23/2/25 ના રોજ એક અજાણ્યા વોટ્સએપ નંબરમાંથી vip-2 ઇન્વેસ્ટમેન્ટ એલાયન્સ ટ્રેઈનીંગ ગ્રુપમાં તેઓના મોબાઈલ નનંબર એડ કર્યા હતા જે ગ્રુપમાં અલગ અલગ કંપનીના શેરબજારની ટીપ્સ આપવામાં આવતી હતી અને ગ્રુપ મેમ્બેરોના મેસેજ અને ચેટ જોતા હતા જેથી ગ્રુપ સાચું લાગતું હતું અને ફરિયાદી પણ શેરબજારમાં રોકાણ કરતો હોય તેઓને રોકાણ કરવાની ઈચ્છા થઇ હતી ત્યાર બાદ ગ્રુપમાં આવેલ GALAD ARAB નામની એપ્લીકેશન ફોનમાં ડાઉનલોડ કરી હતી અને એપ્લીકેશનમાં આપેલ બંધન બેન્કના એકાઉન્ટ નંબરમાં તા. 17/2/25 ના રોજ પ્રથમ ટ્રાન્ઝેકશન કર્યું હતું અને  ફરિયાદીને શોર્ટ ટાઈમમાં નફો કરાવ્યો હતો જેથી વધારે રોકાણ માટે મેસેજ તેઓને આવતા હતા અને અલગ અલગ તારીખે કુલ 21 ટ્રાન્ઝેકશન કરીને 84.80 લાખ રુપિયાનું રોકાણ શેરબજારના કર્યું છે ત્યાર બાદ રોકાણ કરેલ મૂડી કે નફો નહીં આપીને આરોપીઓએ વોટ્સએપ ગ્રુપ અને એપ્લીકેશન બંધ કરી દીધેલ છે અને વેપારીની સાથે ઠગાઈ કરી છે જેથી તેઓને 1930 મારફતે ફરિયાદ આપતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News