મોરબી વોર્ડ નં. ૩ ગરબીઓમા ભુપતભાઈ જારીયા-જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા દીકરીઓને અપાઈ લ્હાણી મોરબી પંથકમાં મહિલાઓને રોજગારી અને અજંતા ક્લોકનો દુનિયામાં ડંકો વગાડનારા પ્રવીણભાઈ ભાલોડીયા પંચમહા ભૂતમાં વિલીન મોરબીના ગાળા ગામેથી યુવતી ગુમ મોરબી અજંતા ક્લોક ગ્રુપના મોભી પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયાનું હાર્ટ એટેકથી અમદાવાદ ખાતે નિધન: માદરે વતન ચાચાપરમાં સાંજે કરાશે અંતિમવિધિ મોરબીની શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન મોરબીમાં વાડીની ઓરડીમાંથી 1585 બોટલ દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, બે સગાભાઈની શોધખોળ મોરબીમાં મહંતસ્વામીનું હરિભક્તો દ્વારા કરાયું ભવ્ય સ્વાગત: આગમી દિવસોમાં યોજાશે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ મોરબીમાં દશેરાએ એસ.પી., ડિ.વાય.એસ.પી. સહિતના અધિકારીઓએ કર્યું શસ્ત્રોનું પૂજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ૯૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન અપાયું


SHARE







મોરબી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ૯૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન અપાયું

ગુજરાત સરકારના પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા (ATMA) પ્રોજેક્ટ, મોરબીના સંયુક્ત ઉપક્રમે  મોરબી જિલ્લાભરમાં ખેડૂતોને રાસાયણિક મુક્ત ખેતી તરફ વાલવા માટેની વ્યાપક જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ઓક્ટોબર માસ દરમિયાન જિલ્લાના વિવિધ ગામોમાં આયોજિત ખેડૂતલક્ષી કાર્યક્રમો અંતર્ગત જિલ્લાકક્ષાના ૯ તાલીમ કાર્યક્રમો, જિલ્લામાં ૬ જેટલા પ્રેરણા પ્રવાસ, જિલ્લા બહારનો ૧ પ્રેરણા પ્રવાસ અને ૧ વિશેષ કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.નઆ વિવિધ માધ્યમો દ્વારા ૯૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેનું મૂલ્યવાન તકનીકી તથા વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

મોરબી આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર કે. એમ. ડાભીના માર્ગદર્શન હેઠળ આયજિત આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામોને સરળતાથી પોતાની ખેતીમાં અપનાવી શકે તે માટે ખેતરો પર જઈને પ્રત્યક્ષ પ્રદર્શનો પણ યોજવામાં આવ્યા હતા. આ સાથે જ મહિલાઓની કૃષિ ક્ષેત્રે સક્રિય ભાગીદારી વધે તે હેતુથી ૫૦ મહિલા ખેડૂતો માટે જિલ્લા બહાર પ્રેરણા પ્રવાસનું આયોજન કરી તેમને વિવિધ રિસર્ચ સ્ટેશન, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને મોડેલ ફાર્મની મુલાકાત કરાવાઈ હતી. ઉપરાંત, 'મહિલા દિવસ' નિમિત્તે ટંકારા તાલુકાના મિતાણા ગામે વિશેષ કિસાન ગોષ્ઠી યોજાઈ હતી, જેમાં ૮૦થી વધુ મહિલા ખેડૂતોએ ઉપસ્થિત રહીને ખેતીવાડી, પશુપાલન અને બાગાયત અંગે સઘન તાલીમ મેળવી હતી.




Latest News