મોરબી વોર્ડ નં. ૩ ગરબીઓમા ભુપતભાઈ જારીયા-જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા દીકરીઓને અપાઈ લ્હાણી મોરબી પંથકમાં મહિલાઓને રોજગારી અને અજંતા ક્લોકનો દુનિયામાં ડંકો વગાડનારા પ્રવીણભાઈ ભાલોડીયા પંચમહા ભૂતમાં વિલીન મોરબીના ગાળા ગામેથી યુવતી ગુમ મોરબી અજંતા ક્લોક ગ્રુપના મોભી પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયાનું હાર્ટ એટેકથી અમદાવાદ ખાતે નિધન: માદરે વતન ચાચાપરમાં સાંજે કરાશે અંતિમવિધિ મોરબીની શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન મોરબીમાં વાડીની ઓરડીમાંથી 1585 બોટલ દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, બે સગાભાઈની શોધખોળ મોરબીમાં મહંતસ્વામીનું હરિભક્તો દ્વારા કરાયું ભવ્ય સ્વાગત: આગમી દિવસોમાં યોજાશે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ મોરબીમાં દશેરાએ એસ.પી., ડિ.વાય.એસ.પી. સહિતના અધિકારીઓએ કર્યું શસ્ત્રોનું પૂજન
Breaking news
Morbi Today

મોરબીની શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન


SHARE







મોરબીની શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન

મોરબી ખાતે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા તા. ૧૯ ના રોજ સનરાઇઝ વિલા સોસાયટી ખાતે નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સોસાયટીના રહેવાસીઓ તથા આસપાસના વિસ્તારના અંદાજે ૩૦ દર્દીઓએ લાભ લીધો હતો.આ કેમ્પ દરમિયાન દર્દીઓની શારીરિક તકલીફોનું મૂલ્યાંકન કરી જરૂરી ફિઝીયોથેરાપી માર્ગદર્શન અને સારવાર અંગેની સલાહ આપવામાં આવી હતી.આ ઉપરાંત, દર્દીઓને નિયમિત કસરત, શારીરિક સ્વાસ્થ્ય જાળવવા તથા ફિઝીયોથેરાપી મહત્વ અંગે જાગૃતિ આપવામાં આવી હતી.

આ કેમ્પનું નેતૃત્વ ડૉ.ખ્યાતિ પરમાર અને ડૉ.ધ્વનિ નિમાવત દ્વારા કરવામાં આવ્યું હતું.આ કેમ્પનું આયોજન ડૉ.રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.કેમ્પમાં તૃતીય વર્ષના બી.પી.ટી.ના વિદ્યાર્થીઓએ પણ સક્રિય ભાગ લીધો હતો.શ્રી આર્યતેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સના મેનેજમેન્ટ દ્વારા સમાજના લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાના આ પ્રયાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજીને સમાજમાં આરોગ્ય જાગૃતિ વધારવાનો હેતુ વ્યક્ત કરવામાં આવ્યો હતો.




Latest News