મોરબીના ગાળા ગામેથી યુવતી ગુમ
SHARE
મોરબીના ગાળા ગામેથી યુવતી ગુમ
મોરબી તાલુકાના ગાળા ગામે કારખાનાના કવાટરમાં રહી મજુરી કરતા મુળ થાનના પરીવારની યુવતી છેલ્લા દસેક દિવસથી ગુમ થયેલ હોય પોલીસને જાણ કરવામાં આવેલ છે.
મુળ સુરેન્દ્રનગરના થાન તાલુકાના મોરથરા ગામના અને હાલ ગાળા ગામના પાટીયા પાસે આવેલ વિન્ટેલ સીરામીકના લેબર કવાટરમાં રહી મજુરીકામ કરતા મનોજભાઈ નાગરભાઈ સોલંકી નાયક એ તાલુકા પોલીસમાં જાહેર કયુર્ં હતું કે ગત તા.12ના રોજ તેમની દીકરી રીધ્ધીબેન મનોજભાઈ સોલંકી (26) ગાળા ગામેથી કોઈને કઈ કહ્યા વગર ચાલ્યા ગયેલ છે. ઘરમેળે શોધખોળ છતા તેણીનો પતો લાગેલ નથી. હાલ તાલુકા પોલીસ મથકના નંદરામ રામભાઈ મેસવાણીયાએ શોધખોળ શરૂ કરેલ છે.
વાહન અકસ્માત
મોરબીના મયુર પુલ ખાતે થયેલા વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા સાગર ગૌતમભાઈ સારેસા (25) અને દિલીપ ઈશ્ર્વરભાઈ મારવાડી (17) રહે. બંને માળીયા વનાળીયા સોસાયટી સો ઓરડી પાછળને ઈજાઓ થયેલ હોય સિવિલે સારવારમાં ખસેડાયા હતા. જયારે ત્રાજપર ખારી રામજી મંદિર પાસે રહેતા મંજુલાબેન મનસુખભાઈ અગેચાણીયા નામના 60 વર્ષના વૃધ્ધાને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પામેલા મંજુલાબેનનું મોત નિપજયું હતું. તેમજ પીપળી રોડ, શિવ પાર્કમાં રહેતા અબ્દુલભાઈ નાથાભાઈ કૈડા (50)ને ત્યાં બાઈક સ્લીપ થતા ઈજા પામ્યા હોય સારવારમાં ખસેડાયા હતા.
સાપ કરડી ગયો
બરવાળા ગામે રહેતા અમીનાબેન જુમાભાઈ (35)ને પાણીની ટાંકી પાસે સાપ કરડી જતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે હરીઓમ સોસાયટીમાં વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા રાજ સુભાષભાઈ રાઠોડ (5)ને સિવિલે ખસેડાયો હતો. મકનસર અને પ્રેમજીનગરની વચ્ચે બાઈક સ્લીપ થઈ જતા ઈજા પામેલા માનવી પ્રેમજી પરમાર અને દક્ષ પ્રેમજી પરમાર રહે. બંને પ્રેમજીનગર (મકનસર) મોરબીને ખાનગી હોસ્પીટલે સારવાર માટે ખસેડાયા હતા.
મારામારી
ટંકારા તાલુકાના ઓટાળા ગામે ઘરે થયેલી મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા રસીલાબેન રમેશભાઈ ભાલોડીયા (45)ને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા. તેમજ મોરબી-રાજકોટ હાઈવે શીશુ મંદિર શાળા પાસે વાહન અકસ્માત બનાવમાં ઈજા પામેલા કુલદીપ મસાભાઈ સુવા (17) અને રાજદીપ સોઢાભાઈ ટોયટા રહે. બંને નવજીવન વિદ્યાલય મોરબીને 108 વડે સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.
મારામારી
બોરીચાવાસ વિસ્તારમાં રહેતા જયશ્રીબેન દિનેશભાઈ વડર નામની મહીલાને ઘરે મારામારીના બનાવમાં ઈજાઓ થયેલ હોય સારવારમાં ખસેડાયા હતા. જયારે માધાપર વિસ્તારમાં રહેતા કેશુભાઈ રવજીભાઈ પરમાર (46)ને ઘરે સાપ કરડી ગયો હોવાથી સારવારમાં લઈ જવાયા હતા. શનાળાગામે રઘુબાપાના ખેતરે મારામારીના બનાવમાં ઈજા પામેલ સજનભાઈ નાગરસિંહ ડાવર (40)ને સારવારમાં દવાખાને ખસેડાયો હતો.