મોરબી વોર્ડ નં. ૩ ગરબીઓમા ભુપતભાઈ જારીયા-જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા દીકરીઓને અપાઈ લ્હાણી મોરબી પંથકમાં મહિલાઓને રોજગારી અને અજંતા ક્લોકનો દુનિયામાં ડંકો વગાડનારા પ્રવીણભાઈ ભાલોડીયા પંચમહા ભૂતમાં વિલીન મોરબીના ગાળા ગામેથી યુવતી ગુમ મોરબી અજંતા ક્લોક ગ્રુપના મોભી પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયાનું હાર્ટ એટેકથી અમદાવાદ ખાતે નિધન: માદરે વતન ચાચાપરમાં સાંજે કરાશે અંતિમવિધિ મોરબીની શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન મોરબીમાં વાડીની ઓરડીમાંથી 1585 બોટલ દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, બે સગાભાઈની શોધખોળ મોરબીમાં મહંતસ્વામીનું હરિભક્તો દ્વારા કરાયું ભવ્ય સ્વાગત: આગમી દિવસોમાં યોજાશે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ મોરબીમાં દશેરાએ એસ.પી., ડિ.વાય.એસ.પી. સહિતના અધિકારીઓએ કર્યું શસ્ત્રોનું પૂજન
Breaking news
Morbi Today

મોરબીમાં મહંતસ્વામીનું હરિભક્તો દ્વારા કરાયું ભવ્ય સ્વાગત: આગમી દિવસોમાં યોજાશે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ


SHARE







મોરબીમાં મહંતસ્વામીનું હરિભક્તો દ્વારા કરાયું ભવ્ય સ્વાગત: આગમી દિવસોમાં યોજાશે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

મોરબીમાં નવનિર્મિત ભવ્ય અને દિવ્ય બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી દિવસોમાં યોજવાનો છે આ ઐતિહાસિક અવસરે મંદિરના પ્રાણપ્રદાતા અને સર્જક મહંતસ્વામી મહારાજ આજે સવારે 9:30 વાગ્યે મોરબીમાં આવી પહોચ્યા હતા ત્યારે હરિભક્તો સહિતના લોકો દ્વારા તેઓની અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું.


મોરબી મંદિરના સર્જક મહંતસ્વામી મહારાજના આગમનને વધાવવા માટે આજે મોરબીના ઉદ્યોગકારો તેમજ હરિભક્તો મોટી સંખ્યામાં નવનિર્મિત મંદિરે વહેલી સવારથી આવી ગયા હતા અને સવારે 9:30 કલાકે મહંતસ્વામી મહારાજ પેરિસથી સીધા જ પેરિસ એટ્લે કે મોરબી ખાતે આવી પહોચ્યા હતા ત્યારે હરિભક્તો દ્વારા વાજતે ગાજતે સ્વામિ નારાયણ ભગવાનના જય જયકાર સાથે તેઓનું સ્વાગત કર્યું હતું ત્યાર બાદ મહંતસ્વામી મહારાજે મોરબીના ઉદ્યોગકારો, હરિભક્તો, સ્વયં સેવકો સહિતનાઓની ઉપર અમીદ્રષ્ટિ કરી હતી. જેથી હરિભક્તો અને નાગરિકોમાં અત્યંત હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. ઉલેખનીય છેકે, આજે મોરબી આવેલા મહંતસ્વામી મહારાજ આગામી તા 4 નવેમ્બર સુધી મોરબીમાં જ રહેવાના છે અને ભક્તોને દર્શન અને આશીર્વાદનો અમૂલ્ય લાભ આપવામાં છે અને આગામી તા 23 ઓક્ટોબરે સવારે 7:30 થી 12:00 સુધી 'વિશ્વશાંતિ મહાયજ્ઞ-1” અને સાંજે 5:00થી 8:00 સુધી 'સ્વાગત સમારોહ અને અભિવાદન સમારોહ યોજાશે ત્યાર બાદ તા. 24 ના રોજ  સવારે 7:30 થી 12:00 દરમિયાન 'વિશ્વશાંતિ મહાયજ્ઞ-2' અને સાંજે ભવ્ય 'ઠાકોરજીની શોભાયાત્રા' નીકળશે, તા. 25 ના રોજ સવારે 9:00થી 1:00 સુધી મહંતસ્વામી મહારાજના વરદ્ હસ્તે 'મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ' તથા સાંજે 5:00થી 8:00 દરમિયાન ભવ્ય 'મંદિર લોકાર્પણ સમારોહ અને શરદ પૂર્ણિમા સભા' યોજાશે. 




Latest News