વધુ એક શિકાર: ટંકારામાં રહેતા કારખાનેદાર સાથે શેરબજારના નામે 84.80 લાખની ઠગાઈ મોરબીમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભા પૂર્વ 22 ગામના ખેડૂતો સાથે કાર્યક્રમ યોજાયો ટંકારા પાસે છ સવારી બાઇકને કારે ઉડાવતા બાળકનું મોત યુપીના જૉનપુરથી ૧૨ જ્યોતિર્લિંગો અને ચારધામની પદયાત્રાએ નીકળેલ યુવતી મોરબી જીલ્લામાં પહોચી મોરબીના લક્ષ્મીનગર ગામેથી કોલેજીયન યુવતી ગુમ : ફરિયાદ મોરબીમાં વિહિપ દ્વારા જુદીજુદી ગરબીઓની 200 જેટલી કન્યાઓનું પૂજન કરીને લ્હાણી અપાઈ માળીયા (મી): દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા બાળાઓને લ્હાણીનું વિતરણ મોરબી જિલ્લાના 2 તાલુકામાં પ્રોમોલગેશનમાં રહી ગયેલ ક્ષતિઓને સુધારવા માટે યોજાશે ખાસ કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના રાજમાતાનું નિધન થતાં જીલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત વિજયાદશમીની રેલી-શસ્ત્રપૂજનમો કાર્યક્રમ રદ


SHARE







મોરબીના રાજમાતાનું નિધન થતાં જીલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત વિજયાદશમીની રેલી-શસ્ત્રપૂજનમો કાર્યક્રમ રદ

મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું નિધન થયું છે જેથી મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત વિજયાદશમીની રેલી-શસ્ત્રપૂજનમો કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે.

મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું નિધન થતાં તેઓની મોરબીમાં રવિવારે અંતિમયાત્રા નીકળી હતી અને ત્યાર બાદ વીસીપરામાં ધોળેશ્વર સ્મશાનની બાજુમાં રાજવી પરિવારનું સ્મશાન આવેલું છે ત્યાં તેઓની અંતિમવિધિ કરવામાં આવી હતી જો કે, મોરબીના રાજપૂત સમાજના ભવન માટે રાજમાતા દ્વારા જમીન આપવામાં આવેલ છે અને તેઓનું મોરબીના રાજપૂત સમાજ ઉપર બાજુ જ મોટું ઋણ છે ત્યારે મોરબીના રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજયા દશમીના દિવસે શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહારાણા પ્રતાપ સર્કલથી બાઈક અને કાર રેલી યોજવાની હતી જો કે, રાજમાતા વિજય કુંવરબા સાહેબનું નિધન થતાં દુખદ ઘટનાને પગલે જીલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત વિજયાદશમીની રેલી અને શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે. તેવી માહિતી મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ પાસેથી મળેલ છે.




Latest News