મોરબીમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભા પૂર્વ 22 ગામના ખેડૂતો સાથે કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભા પૂર્વ 22 ગામના ખેડૂતો સાથે કાર્યક્રમ યોજાયો
મોરબી તાલુકાનાં પાવળીયારી ખાતે કોંગ્રેસ આયોજિત ખેડૂત આક્રોશ મહાસભાને લઈને 22 ગામના ખેડૂતોને સાથે રાખીને કાર્યક્રમ યોજાયો હતો ત્યારે કોંગ્રેસનાં માજી ધારાસભ્યો સહિતના આગેવાનો દ્વારા ખેડૂત આક્રોશ મહાસભામાં વધુમાં વધુ સંખ્યામાં આવવા માટે આહ્વાન કર્યું હતું.
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી તા. 22 ના રોજ સાંજે 4 કલાકે રાજપર રોડ ઉપર આવેલ આનંદ પાર્ટી પ્લોટ ખાતે ખેડૂત આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે જે સભામાં મોટી સંખ્યામાં ખેડૂતોને આવવા માટે ગામો ગામ કોંગ્રેસનાં આગેવાનો સંપર્ક કરી રહ્યા છે તેવામાં પાવળીયારી 22 ગામના ખેડૂતોની સાથે મહાસભાનું આમંત્રણ આપવા માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે 22 ગામના ખેડૂત પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને 22 ગામના ખેડૂતો જેના ખેતરમાંથી નેશનલ હાઈવે નીકળી રહ્યો છે જો કે, હાઈવે નીકળે તેનો ખેડૂતોને કોઈ વિરોધ નથી પરંતુ યોગ્ય વળતર સરકાર આપતી નથી જેથી ખેડૂતો લડાઈ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતો પાસેથી સહકારની અપેક્ષા રાખીને ખેડૂત આક્રોશ મહાસભામાં મોટી સંખ્યામાં ખેડૂતોને ઉમટી પડવા આહ્વાન કર્યું હતું.