વધુ એક શિકાર: ટંકારામાં રહેતા કારખાનેદાર સાથે શેરબજારના નામે 84.80 લાખની ઠગાઈ મોરબીમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભા પૂર્વ 22 ગામના ખેડૂતો સાથે કાર્યક્રમ યોજાયો ટંકારા પાસે છ સવારી બાઇકને કારે ઉડાવતા બાળકનું મોત યુપીના જૉનપુરથી ૧૨ જ્યોતિર્લિંગો અને ચારધામની પદયાત્રાએ નીકળેલ યુવતી મોરબી જીલ્લામાં પહોચી મોરબીના લક્ષ્મીનગર ગામેથી કોલેજીયન યુવતી ગુમ : ફરિયાદ મોરબીમાં વિહિપ દ્વારા જુદીજુદી ગરબીઓની 200 જેટલી કન્યાઓનું પૂજન કરીને લ્હાણી અપાઈ માળીયા (મી): દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા બાળાઓને લ્હાણીનું વિતરણ મોરબી જિલ્લાના 2 તાલુકામાં પ્રોમોલગેશનમાં રહી ગયેલ ક્ષતિઓને સુધારવા માટે યોજાશે ખાસ કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના 2 તાલુકામાં પ્રોમોલગેશનમાં રહી ગયેલ ક્ષતિઓને સુધારવા માટે યોજાશે ખાસ કેમ્પ


SHARE







મોરબી જિલ્લાના 2 તાલુકામાં પ્રોમોલગેશનમાં રહી ગયેલ ક્ષતિઓને સુધારવા માટે યોજાશે ખાસ કેમ્પ

રાજ્યમાં Digital India Land Records Modernization Programme (DILRMP) હેઠળ ખેતીની જમીનનું અદ્યતન, ચોક્કસ અને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેવું રેકોર્ડ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ભૂમિ સીમાંકન પ્રક્રિયા દરમિયાન સર્વેમાં રહી ગયેલી ક્ષતિઓ અને અરજીઓનો ઝડપી તથા સુચારુ નિકાલ કરવાના હેતુથી સરકારના દિશાનિર્દેશ મુજબ મોરબી જિલ્લામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે ગામોમાં નવું પ્રોમોલગેશન પૂર્ણ થઈ ચૂકેલ છે, તે ગામોમાં જમીનધારકો કે ખેડૂતોના સર્વે નંબરોમાં ક્ષતિ કે ભૂલ રહી ગઈ હોય, તેના નિવારણ અર્થે નિયત તારીખોએ ખાસ ક્ષતિ સુધારા અરજી સ્વીકારવાના કેમ્પ યોજાશે.

આ કેમ્પના આયોજન અન્વયે ટંકારા તાલુકામાં તા.૨૨-૧૦-૨૦૨૬ ના રોજ ખાખરા, તા.૨૩-૧૦-૨૦૨૬ ના રોજ ગજડી, તા.૨૬-૧૦-૨૦૨૬ ના રોજ દેવળીયા, તા.૨૭-૧૦-૨૦૨૬ ના રોજ ધ્રોળીયા,  તા.૨૮-૧૦-૨૦૨૬ ના રોજ રાજાવડ અને તા.૨૯-૧૦-૨૦૨૬ ના રોજ સખપર ખાતે કેમ્પ યોજાશે. જ્યારે હળવદ તાલુકામાં તા.૨૨-૧૦-૨૦૨૬ ના રોજ જુના અમરાપર, તા.૨૩-૧૦-૨૦૨૬ ના રોજ પલાસણ તથા તા.૨૬-૧૦-૨૦૨૬ ના રોજ રાયધ્રા ખાતે કેમ્પનું આયોજન કરાયું છે. નિર્ધારિત સમયમર્યાદામાં ઝડપી ઉકેલ લાવી અદ્યતન જમીન રેકોર્ડ તૈયાર કરી શકાય તે હેતુથી સંબંધિત ગામોના ખેડૂતોને આ કેમ્પ દરમિયાન જમીન સંબંધિત પ્રશ્નો અને ક્ષતિ સુધારા અરજીઓ રજૂ કરવા મોરબી સુપ્રિટેન્ડન્ટ લેન્ડ રેકોર્ડઝ મયુર કરમટાની યાદીમાં અનુરોધ કરાયો છે.




Latest News